• આ વર્ષે કાઈટ ફેસ્ટિવલ 8-14 જાન્યુઆરી 2023માં યોજાશે
  • સવારે 5 વાગ્યાથી પતંગબાજી શરૂ થશે અને મોડી રાત સુધી ચાલશે
  • આંતરરાષ્ટ્રિય ફેસ્વિલમાં અનેક લોકો લે છે ભાગ

દેશના અનેક રાજ્યોમાં તેમની પરંપરા અને સંસ્કૃતિને ધ્યાનમાં રાખીને અલગ અલગ તહેવાર ઉજવાય છે. ભારતમાં દર વર્ષે કોઈ ને કોઈ રાજ્યમાં તહેવારને સેલિબ્રેટ કરાય છે. તેમાંથી એક છે Kite Festival. મળતી માહિતી અનુસાર 2023નો Kite Festival G20 થીમ પર યોજાશે. વર્ષ 2012માં ગુજરાત પર્યટન નિગમે જાણકારી આપી હતી કે ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ગિનિઝ વર્લ્ડ રેકોર્ડ્સ બુકમાં તેમનું નામ સામેલ કરવાની કોશિશમાં છે. આ વર્ષે દુનિયાભરના 42 શહેરોમાં પતંગ મહોત્સવમાં ભાગ લીધો.

શા માટે ઉજવાય છે Kite Festival?

[[$googlead]]

ભારતીય કેલેન્ડરના આધારે આ તહેવાર શિયાળાથી ગરમીની ઋતુ આવવાનો સંકેત છે. ખેડૂતો આગામી પાકની સીઝનની ઉજવણી કરે છે. તેને મકર સંક્રાંતિના રૂપમાં પણ ઉજવવામાં આવે છે. તેને ભારતમાં સૌથી મહત્ત્વના પાકમાંનો એક માનવામાં આવે છે. ગરમીની શરૂઆતમાં ગુજરાતના અનેક શહેરમાં પતંગ પ્રતિયોગિતા પણ ઉજવાય છે. આ એટલો મોટો તહેવાર છે કે આ દિવસે ભારતમાં જાહેર રજા રાખવામાં આવે છે.

[[$alsoread]]


ક્યાં ક્યાં ઉજવાય છે

ગુજરાતના સિવાય તેલંગાણા અને રાજસ્થાન રાજ્ય પણ આ તહેવારને ઉજવાય છે. અમદાવાદ, જયપુર, ઉદયપુર, જોધપુર, સુરત, વડોદરા, રાજકોટ, હૈદરાબાદ, નડિયાદ અને ડાકોર સહિત અનેક શહેરોમાં લોકો આ ફેસ્ટિવલમાં ભાગ લે છે. આંતરરાષ્ટ્રીય પતંગબાજી કાર્યક્રમ અમદાવાદમાં યોજાય છે. તેને ગુજરાતના કાઈટ કેપિટલના રૂપમાં પણ ઉજવાય છે. આ વર્ષે આ મહોત્સવ 8-14 જાન્યુઆરીની વચ્ચે યોજાશે અને તેમાં ભાગ લેવા માટે અનેક દેશના લોકો અમદાવાદ આવે છે. ઉલ્લેખનીય છે કે સવારે 5 વાગ્યાથી આ પતંગબાજી શરૂ થાય છે જે રાત સુધી ચાલે છે.

અહીંથી ખરીદો પતંગ

અમદાવાદના બજાર પતંગના ખરીદદારો માટે વિક્રેતાઓથી ભરેલું છે. અહીં એક ફેમસ પતંગ બજાર પણ છે. જે 24કલાક સુધી ખુલ્લું રહે છે. ઉલ્લેખનીય છે કે અનેક લોકો ઘરમાં પતંગ પણ બનાવે છે. પતંગ વેચવા માટે પોતાના ઘરમાં નાની દુકાનો પણ ચલાવે છે. આ આંતરરાષ્ટ્રીય ફેસ્ટિવલમાં અનેક લોકો ભાગ લે છે. અહીં જાપાન, ઈટાલી, બ્રિટેન, કનાડા, બ્રાઝિલ, ઈન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા, અમેરિકા, મલેશિયા, સિંગાપુર, ફ્રાન્સ અને ચીન જેવા દેશો સહિત દુનિયાના અનેક લોકો આવે છે. 

  • Follow us on: