મહેસાણાના એક કાર્યક્રમમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું મોટું નિવેદન સામે આવ્યું છે,જેમાં નીતિન પટેલે કહ્યું કે,રાજકારણમાં હવે દલાલો વધી ગયા છે,દલાલી કરી અધિકારીઓ સાથે ઓળખાણ રાખવાની થાય છે,ત્યારે તમે એવું કહો કે હું ભાજપમાં છું એટલે અધિકારીઓ તરત તમારૂ કામ કરી આપે છે,ભાજપ સરકારે આ બધાને સુખી કર્યા હોવાની વાત નીતિન પટેલે જાહેર મંચ પરથી કરી હતી.
સ્થાનિક સ્વરાજયની ચૂંટણી પહેલા મોટું નિવેદન
સ્થાનિક સ્વરાજયની ચૂંટણી પહેલા નીતિન પટેલનું મોટું નિવેદન સામે આવતા ગુજરાત ભાજપમાં ખળભળાટ મચી ગયો છે,નીતિન પટેલ આમ પણ આકરા બોલકણા છે અને તેઓ કોઈ પણ સમયે મીડિયા સમક્ષ સાચું બોલી જતા હોય છે,ત્યારે આજે નીતિન પટેલે તેમના મનની વાત કહી હતી,અને હાલમાં નીતિન પટેલ ભાજપના અગ્રણી તેમજ મહેસાણાના અગ્રણી નેતા છે,નીતિન પટેલનો કહેવાનો મતલબ એમ હતો કે,ભાજપનું નામ દઈએ તો કયાંય પણ કામ પતી જાય છે.
રાજકારણમાં દલાલો વધી ગયા છે : નીતિન પટેલ
લોકોને સંબોધન કરતા નીતિન પટેલે કહ્યું કે, હવે રાજકારણમાં દલાલો વધી ગયા છે. દલાલી કરીને અધિકારીઓ સાથે ઓળખાણ કરી લેવાની, ભાજપનો હોદ્દેદાર છું, ભાજપનો કાર્યકર છું, નેતા છું એટલે અધિકારી ફટાફટ કામ કરી આપે એટલે ભાજપ સરકારે બહુ મોટા સુખી કર્યા. દલાલી કરતા કરતા અત્યારે બહુ મોટા સુખી થઈ ગયા છે, એટલે આ બધું ભગવાનના આશીર્વાદ છે, ઉમિયા માતાજીના આશીર્વાદ છે.
હું 1990થી રાજકારણમાં છું : નીતિન પટેલ
ગામનું એક એક ઘર એવું નહિ હોય કે મને નહીં ઓળખતું હોય, અને હું તમને એ પણ કહી દઉં કે આ બધું બોલી શકું છું અને આ બધું જે કર્યું છે તે મારી શક્તિથી તમે બધાએ અને ગામના આગેવાનો અને વડીલોએ હું 1990 માં પહેલી વખત ધારાસભ્ય બન્યો કારણકે હું નવો હતો, કડી નગરપાલિકાનો પ્રમુખ બન્યો, ત્યારે બહુ બધી ઓળખાણ પણ નથી ત્યારે ગામડાના આગેવાનોએ અને તમે બધા ભેગા થઈને મને ધારાસભ્ય બનાવ્યો.









