મહેસાણાના કડીમાં પૂર્વ DYCM નીતિન પટેલનું નિવેદન સામે આવ્યું છે,ચેટીચાંદ મહોત્સવમાં નીતિન પટેલનું નિવેદન સામે આવતા લોકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો,નીતિન પટેલે કહ્યું,ઔરંગઝેબનું ભૂત પાછુ ધૂણે છે અને ઔરંગઝેબે આપણા પર અત્યાચાર કર્યો છે,તો આપણી બહેન-દીકરીઓ પર અત્યાચાર ગુજાર્યો છે,આવા નિવેદનથી સૌ કોઈ ચૌંકી ઉઠયા હતા.
દીકરીઓને ઉપાડી જઈ ધર્માંતરણ કરી લગ્ન કર્યા : નીતિન પટેલે
નીતિન પટેલે વધુમાં કહ્યું કે,ઔરંગઝેબે આપણા મંદિરો તોડીને મસ્જિદ બનાવી દીધી અને આપણી હિંદુ દીકરીઓને ઉપાડી ધર્માતરણ કર્યુ છે,આપણે પણ હવે ધીમે ધીમે સીએમ યોગીની જેમ કામ કરી રહ્યાં છીએ,આપણે સહકાર આપવાનો છે માત્ર જોવાનું નહી,ભૂતકાળ ભૂલી જવાનો, પણ ભૂલવાનો એ રીતે નહીં આવું નિવેદન નીતિન પટેલે જાહેર મંચ પરથી આપ્યું છે.
સિંધી સમાજે બહુ તકલીફ ભોગવી : નીતિન પટેલે
પાકિસ્તામાંથી અત્યાચાર થયો, મુસલમાનોએ અત્યાચાર કર્યા એ ભૂલવાના નથી,મુસલમાનો નું ભૂત ગમે ત્યારે ધૂણે છે,આપણા અનેક મંદિરો મુસલમાનોએ તોડી કબ્જો લઈ મસ્જિદો બનાવી છે,મહારાષ્ટ્રમાં મરાઠાઓ પણ આનો કંઈક ઉપાય કરશે અને સીએમ દેવેદ્ર ફડણવીસ ઉપાય કરશે,વધુમાં નીતિન પટેલે કહ્યું કે,જે લોકોએ આપણા પર અત્યાચાર કર્યો, બેન દીકરીઓની આબરૂ લૂંટી, દીકરીઓને ઉપાડી જઈ ધર્માંતરણ કરી લગ્ન કર્યા , તે કલંકરૂપ ભૂતકાળ ભૂલીને એમાં તકલીફ પડી હોય એને મદદરૂપ થવાનું છે ,સિંધી સમાજે 1947 માં ખૂબ તકલીફ સહન કરી ,હવે સારું છે.









