- 15 ઓક્ટોબરના રોજ મોર્નિંગ વોક માટે ગયા હતા ત્યારે અકસ્માત થયો હતો
- અકસ્માતમાં માથામાં ગંભીર ઈજા થઈ, જેના કારણે બ્રેઈન હેમરેજ થયું હતુ
- અમદાવાદની એક ખાનગી હોસ્પિટલમાં 49 વર્ષની વયે અવસાન થયું
ગુજરાત તેમજ દેશ દુનિયામાં જાણીતી ચા બ્રાન્ડ વાઘ-બકરી ચાના એક્ઝિ. ડિરેક્ટર પરાગ દેસાઈનું આકસ્મિક નિધન થયુ છે. બ્રેન હેમરેજને કારણે તેમનું આકસ્મિક નિધન થતા ગુજરાત ઉદ્યોગજગતમાં શોકની લાગણી ફેલાઇ છે. પરાગ દેસાઈ લાંબા સમયથી સારવાર હેઠળ હતા.
રસ્તા પર પડી જતાં થયું હતું બ્રેન હેમરેજ
મળતી માહિતી અનુસાર, ગત 15 ઓક્ટોબરના રોજ સવારે પરાગ દેસાઈ તેમના ઘરથી નજીક ઈસ્કોન-આંબલી રોડ પર ચાલવા માટે નિકળ્યા હતા. આ દરમિયાન તેમની પાછળ કેટલાક રખડતા શ્વાન દોડ્યા હતા. આ દરમિયાન તેઓ રસ્તા પર લપસીને પડી ગયા હતા. જેથી તેઓને માથામાં ગંભીર ઈજાઓ થઈ હતી, જેના કારણે તેઓને બ્રેન હેમરેજ થઈ ગયું હતું.
અમદાવાદની એક ખાનગી હોસ્પિટલમાં 49 વર્ષની વયે અવસાન થયું
ગુજરાત ટી પ્રોસેસર્સ એન્ડ પેકર્સ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પરાગ દેસાઈનું રવિવારે સાંજે અમદાવાદની એક ખાનગી હોસ્પિટલમાં 49 વર્ષની વયે અવસાન થયું હતું. ગુજરાત ટી પ્રોસેસર્સ એન્ડ પેકર્સ લિમિટેડ તેની આઇકોનિક ટી બ્રાન્ડ - વાઘ બકરી ટી માટે સૌથી વધુ લોકપ્રિય છે. વાઘ બકરી ચાના માલિક પરાગ દેસાઈ 15 ઓક્ટોબરના રોજ તેમના ઘર નજીક ઈસ્કોન આંબલી રોડ પાસે મોર્નિંગ વોક માટે ગયા હતા ત્યારે અકસ્માત થયો હતો. આ પછી, તેને માથામાં ગંભીર ઈજા થઈ, જેના કારણે બ્રેઈન હેમરેજ થયું હતુ.
અકસ્માત બાદ તેને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા
અકસ્માત બાદ તેને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને તેની તબિયત બગડતાં તેને હેબતપુર રોડ પરની અન્ય ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરિવારના નજીકના સૂત્રોના જણાવ્યા અનુસાર, દેસાઈનું અવસાન થાય તે પહેલાં તરત જ સર્જરી કરવામાં આવી હતી અને સાત દિવસ માટે વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. પરાગ દેસાઈએ રવિવારે સાંજે વિવિધ સ્વાસ્થ્ય સમસ્યાઓના કારણે જીવ ગુમાવ્યો હતો.
વાઘ બકરી ચા બ્રાન્ડ શ્રી નારણદાસ દેસાઈ દ્વારા 1925 માં લોન્ચ કરી હતી
પરાગ દેસાઈ વાઘ બકરી ટી ગ્રુપને ટી લાઉન્જ, ઈ-કોમર્સ, ડીજીટલ અને સોશિયલ મીડિયા જેવા ક્ષેત્રોમાં આગળ ધપાવે છે. દેસાઈ આ પ્રીમિયમ ટી કંપનીના ચોથી પેઢીના ઉદ્યોગસાહસિક હતા. તેઓ કોન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી (CII) અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ જેવા ઉદ્યોગ મંચોમાં સક્રિય હતા. વાઘ બકરી ચા બ્રાન્ડ શ્રી નારણદાસ દેસાઈ દ્વારા 1925 માં લોન્ચ કરવામાં આવી હતી.
પરાગ અને તેનો પિતરાઈ ભાઈ પારસ 1990ના દાયકામાં ફેમિલી બિઝનેસમાં જોડાયા
પરાગ અને તેનો પિતરાઈ ભાઈ પારસ 1990ના દાયકામાં ફેમિલી બિઝનેસમાં જોડાયા હતા. પરાગ, યુએસએની લોંગ આઇલેન્ડ યુનિવર્સિટીમાંથી MBA, વાઘ બકરી ટી ગ્રુપના બોર્ડમાં બે એક્ઝિક્યુટિવ ડિરેક્ટર્સમાંના એક હતા. તેઓ કંપનીના વેચાણ, માર્કેટિંગ અને નિકાસની આગેવાની લેતા હતા અને એક નિષ્ણાત ચા ચાખનાર અને મૂલ્યાંકનકાર હતા.









