વડોદરા જિલ્લામાં જયારે પણ ભારે વરસાદ પડે તે સમયે વિશ્વામિત્રી નદીમાં પાણી આવે છે અને તે પાણી શહેરમાં અને આસપાસના વિસ્તારમાં ફરી વળતા હોય છે તો આ પાણીની સાથે મગરો પણ બહાર આવતા હોય છે ત્યારે વર્ષ 2024માં આ વખતે ચોમાસામાં ભારે પૂર આવ્યું હતુ જેના કારણે લોકોના ઘરોમાં પાણી ઘુસી ગયા હતા અને ભારે નુકસાન થયું હતુ,જેને લઈ તંત્ર મોડે-મોડે જાગ્યું છે અને વિશ્વામિત્રી પૂરની પરિસ્થિતિ ખાળવા કોર્પોરેશન સક્રિય થયું છે.
મગરોનું કરાશે સ્થળાંતર
વિશ્વામિત્રીમાંથી 150 જેટલા મગરોનું સ્થળાંતર કરવામાં આવશે જેમાં આજવા સરોવર, સફારી પાર્કમાં મગરોનું સ્થળાંતર કરવામાં આવશે સાથે સાથે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડો.શીતલ મિસ્ત્રીનું નિવેદન છે કે,આગામી મહિનામાં કામ શરૂ થવાની શક્યતા છે અને ચોમાસા પહેલા કામગીરી કરાશે પૂર્ણ.
વડોદરામાં સ્પોટ આઇડેન્ટીફાઈની કામગીરી શરુ
વડોદરાની વિશ્વામિત્રી નદીમાં સ્પોટ આઇડેન્ટીફાઈની કામગીરી શરૂ કરવામાં આવી છે જેમાં પાણીની વહન ક્ષમતા વધારવા સ્પોટ આઇડેન્ટીફાઈની કામગીરી શરૂ કરવામાં આવી છે,નદી પર જેસીબી મશીન મૂકી આ કામગીરી ગઈકાલથી શરૂ કરવામાં આવી છે,ચોમાસામાં વિનાશક પૂરમાં તારાજી સર્જાઈ હતી જેને લઈ આ કામગીરી શરૂ કરવામાં આવી છે.પૂર્વ તૈયારીના ભાગરૂપે સ્પોટ શોધી કામગીરી શરુ કરવામાં આવી છે અને મશીનરી નદીમાં ઉતારવા માટે રેમ્પ બનાવવાની કામગીરી કરાઈ છે.
કોર્પોરેશન દ્વારા કરાય છે કામગીરી
કોર્પોરેશન દ્વારા વિશ્વામિત્રીમાં પાણીની વહન ક્ષમતા વધારવા સ્પોટ આઇડેન્ટીફાઈની કામગીરી શરુ કરવામાં આવતા શહેરીજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.પ્રોજેક્ટની ટેન્ડર પ્રક્રિયા દરમિયાન પૂર્વ તૈયારીના ભાગરૂપે આ કામગીરી કરવામાં આવી છે આ વખતે ભારે વરસાદના કારણે શહેરની સ્થિતિ અલગ જોવા મળી હતી.ફક્ત પૂર્વ તૈયારીના ભાગરૂપે કામગીરી શરૂ કરી હોવાનો મ્યુનિસિપલ કમિશનરનો દાવો છે.પ્રથમ ફેઝમાં થનારી આ કામગીરીથી વિશ્વામિત્રી નદીની વહન શક્તિમા 75 ટકા વધારો થનાર હોઇ, પાલિકા દ્વારા કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.









