- લોકસભા ચૂંટણીના તમામ 7 તબક્કાઓનું મતદાન પૂર્ણ
- એક્ઝિટ પોલના અનુમાન મુજબ દેશમાં બનશે ભાજપ સરકાર
- મોટાભાગના એક્ઝિટ પોલમાં ભાજપને બહુમતી
લોકસભા ચૂંટણી 2024ના તમામ 7 તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે અને હવે ધીરે ધીરે એક્ઝિટ પોલના અનુમાનો સામે આવી રહ્યા છે. એક્ઝિટ પોલના અનુમાન મુજબ ગુજરાતમાં તમામ 25 બેઠકો પર ભાજપને જીત મળતી જોવા મળી રહી છે. સુરત બેઠક પહેલા જ બિનહરીફ જાહેર થઈ ચૂકી છે અને આ બેઠક પર ભાજપના ઉમેદવારની પહેલા જ જીત થઈ ચૂકી છે. આમ, ગુજરાતમાં આ વખતે પણ તમામ 26 બેઠકો ભાજપને મળતી હોવાનું અનુમાન કરવામાં આવ્યું છે. તો Times Nowના એક્ઝિટ પોલ મુજબ ગુજરાતમાં ભાજપને તમામ 26 માંથી 26 બેઠકો મળી રહી છે. તો આ વખતે પણ કોંગ્રેસનું લોકસભામાં ખાતું ખૂલતું નથી જોવા મળી રહ્યું. તો, ઈન્ડિયા ટીવીના સર્વે મુજબ પણ ગુજરાતમાં ભાજપની સરકાર બનતી જોવા મળી રહી છે. India TVના એક્ઝિટ પોલ મુજબ ભાજપને તમામ 26 બેઠકો મળવાનો અંદાજ છે. જ્યારે કોંગ્રેસ સહિત અન્યને એક પણ બેઠક નહિ મળે.
તો, R Bharat એક્ઝિટ પોલ મુજબ ગુજરાતમાં ભાજપને 1 કે 2 બેઠકોનું નુકસાન થઈ શકે છે. R Bharatના એક્ઝિટ પોલ મુજબ ગુજરાતમાં ભાજપને 23થી 24 બેઠકો મળી શકે છે. જ્યારે કોંગ્રેસના નેતૃત્વ વાળા INDI ગઠબંધનને 2 બેઠકો મળી શકે છે. તો ABP સીવોટરના એક્ઝિટ પોલ મુજબ પણ ભાજપને નુકસાન થાય તેવું અનુમાન લગાવવામાં આવ્યું છે. આ એક્ઝિટ પોલ મુજબ ભાજપને 25-26 બેઠકો મળી શકે છે તો INDI ગઠબંધનને 1 બેઠક મળવાની શક્યતા છે.










