• અમે સ્થળ પર જઈને તપાસ શરૂ કરી હતી : સરકાર
  • મોટી દુર્ઘટના હોય ત્યાં મનપા કેમ મૌન રહે છે : HC
  • વડોદરા મનપા બેદરકારી કેમ દાખવે છે : HC

હાઈકોર્ટમાં હરણી દુર્ઘટના માટે સુઓમોટો હાથ ધરવામાં આવી છે. જ્યારે આ મામલે કોર્ટ દ્વારા સરકાર દ્વારા રજુ કરવામાં આવેલી એફિડેવિટ પર સવાલ ઊભા કર્યા છે. જેની સાથે કોર્ટે સરકારની સામે કેટલાંક સવાલો પણ કર્યા છે. જેમાં સૌથી પહેલાં તો એજ પૂછ્યું છે કે એક્શન ટેકન રિપોર્ટ રજૂ કરવાનું કીધું હતું તે હજી સુધી આપવામાં આવ્યો નથી.

આ સાથે જ હાઈકોર્ટમાં ચીફ જજ સુનિતા અગ્રવાલ અને જજ અનિરુદ્ધ માયીની બેન્ચ સમક્ષ હાથ ધરવામાં આવી હતી. સુઓમોટો અરજીમાં કોર્ટે કોર્ટ મિત્ર તરીકે હેમાંગ શાહ અને તૃષા પટેલની નિમણૂંક કરી છે. આજની સુનાવણીમાં રાજ્ય સરકાર વતી એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી ઉપસ્થિત થયા હતા. જેની સાથે જ ટકોરમાં જણાવ્યું કે, પોલિટિકલ પાર્ટી સાથે જોડાયેલા લોકોને બાચાવી રહ્યા છો.

[[$googlead]]

રાજ્ય સરકારે એફિડેવિટ હાઇકોર્ટમાં ફાઇલ કર્યું છે. જેમાં જણાવ્યું છેકે, કેસની ગંભીરતાને આધારે પગલાં લીધા છે. ઘટનાની જાણ થતાં તાત્કાલિક પગલા લીધા છે. જ્યારે સરકારે જણાવ્યું કે, બેદરકાર લોકોને નહીં છોડવામાં આવશે નહીં. લેક પર થયેલા અકસ્માત સ્થળે પહોંચી તપાસ કરી છે.

[[$alsoread]]


જ્યારે જેના પર હાઇકોર્ટે ટકોર કરતાં જણાવ્યું કે, એક્શન ટેકન રિપોર્ટ રજૂ કરવાનું કીધું હતું તેની માહિતી આપવામાં આવી નથી. આ ઘટના બની તેનું કારણ શું છે. તેમજ સરકાર અકસ્માત બાદ કામ કરે તે જવાબદારી છે. આ દુર્ઘટના કેમ બની તે જવાબ આપો. તેમજ કોન્ટ્રાક્ટના મામલે ટકોર કરતાં હાઇકોર્ટે કહ્યું કે, કોન્ટ્રાક્ટ આપ્યો ત્યારે ખરાઈ કેમ કરી ન હતી.

કોન્ટ્રાકટર સાથે મનપાની બેદરકારી હોવાની HCએ નોંધ લીધી છે. જેની સાથે જ વડોદરા મનપા પર સવાલ ઉઠાવતા કહ્યું કે, મોટી દુર્ઘટના હોય ત્યાં મનપા કેમ મૌન રહે છે. જ્યારે વડોદરા મનપા આટલી મોટી દુર્ઘટના પર બેદરકારી કેમ દાખવે છે. કેમ કોઈ પણ સુપરવાઈઝર કે કોઈ પણ વ્યક્તિની સ્થળ પર નિમણુંક કરવામાં આવી ન હતી ? આ સાથે જ ફરી વડોદરા મનપા ઘેરામાં આવ્યું છે.

હરણી દુર્ઘટનાનો રિપોર્ટ હજુ નથી થયો તૈયાર

વડોદરા કલેક્ટર દ્વારા રિપોર્ટ તૈયાર કરવામાં મોડું થયું હોવાની પણ ફરિયાદ કોર્ટમાં આવી છે. જેના માટે વડોદરા કલેક્ટરે સચિવ પાસે વધુ પાંચ દિવસ માંગ્યા છે. જેમાં રાજ્ય સરકારને હજી ઘટનાનો રિપોર્ટ નથી સોંપવામાં આવ્યો. કલેક્ટર દ્વારા હજુ કેટલીક વિગતો મેળવવાની બાકી છે. જ્યારે 10 દિવસમાં રિપોર્ટ રજૂ કરવા આદેશ આપ્યા હતા. છતાં 10 દિવસ થઇ ગયા બાદ પણ રિપોર્ટ રજૂ કરવામાં મોડું થઈ રહ્યું છે.

નોંધનીય છેકે, વડોદરાના હરણી તળાવમાં 18 જાન્યુઆરીના રોજ હરણી બોટ દુર્ઘટનામાં 12 વિદ્યાર્થીઓ અને 2 શિક્ષિકાના લાઇફ જેકેટના અભાવે પિકનિક દરમિયાન મોત નિપજ્યા હતા. ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશને હાઇકોર્ટને સુઓમોટો કરવા અપીલ કરી હતી.

  • Follow us on: