- હરણી દુર્ઘટના બાદ પણ કોઈ બોધપાઠ નહિ !
- પાદરાની સાદરા પ્રાથમિક શાળાની ઘોર બેદરકારી
- પ્રવાસે ગયેલા વિદ્યાર્થીઓનો વીડિયો થયો વાયરલ
હરણી દુર્ઘટના બાદ પણ કોઈ બોધપાઠ નહિ ! જેમાં પાદરાની સાદરા પ્રાથમિક શાળાની ઘોર બેદરકારી સામે આવી છે. પ્રવાસે ગયેલા વિદ્યાર્થીઓનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં દરિયા કિનારે પાણીમાં મસ્તી કરતો વીડિયો વાયરલ થયો છે. સોમનાથમાં પ્રવાસ દરમિયાન શિક્ષકોની બેદરકારી સામે આવી છે.
બાળકો દરિયાકિનારે બેસી બિન્દાસ મસ્તી કરતા નજરે આવ્યા
બાળકો દરિયાકિનારે બેસી બિન્દાસ મસ્તી કરતા નજરે આવ્યા છે. વીડિયોમાં શિક્ષકો દ્વારા પણ ધ્યાન ન અપાતુ હોવાનું નજરે આવ્યુ છે. વીડિયો વાયરલ થતા DEO નો શાળા સંચાલકો પર આરોપ છે. જેમાં DEOએ જણાવ્યું છે કે શાળા સંચાલકો અને જવાબદાર સામે કાર્યવાહી થશે. બાળકોને દરિયા નજીક જવાની પરવાનગી નહિ. શાળાઓને દરિયા નજીક પ્રવાસની પરવાનગી મળશે નહિ. જેમ બને તેમ ટૂંકો પ્રવાસની સૂચના અપાશે.
હરણી બોટ દુર્ઘટના બાદ પણ શાળાઓ દ્વારા બોધપાઠ લેવાતો નથી
વડોદરાની હરણી બોટ દુર્ઘટના બાદ પણ શાળાઓ દ્વારા બોધપાઠ લેવાતો નથી. તેમાં વડોદરા હરણી તળાવ દુર્ઘટનામાં 14 મોત બાદ પણ તંત્ર ઘોર નિદ્રામાં છે. પાદરા તાલુકાના સાદરા પ્રાથમિક શાળાની ઘોર બેદરકારી સામે આવી છે. જેમાં પ્રવાસે ગયેલા વિદ્યાર્થીઓનો જોખમી દરિયા કિનારે પાણી સાથે મસ્તી કરતો વીડિયો વાયરલ થતા માતા-પિતાને ચિંતા થઇ રહી છે. શાળા સંચાલકો, વાલીઓ, ડીઈઓ, શિક્ષણ વિભાગ નિંદ્રામાં છે.









