• ગ્રામ્ય વિસ્તારોમાં વૃક્ષ સંપદા 42 ટકા વધી

  • ગરમીનો પારો 66 ટકા ઊંચકાયો!
  • મહેસાણા જિલ્લામાં હવે 255.09 લાખ વૃક્ષ ગણાયાં

ઉત્તર ગુજરાતમા આકરી ગરમી મંગળવારે પણ યથાવત રહી હતી. પાછલા 24 કલાક દરમિયાન ઉત્તર ગુજરાતના પાંચ મુખ્ય શહેરો પૈકી મોડાસા 41 ડિગ્રી ગરમીમા તો બાકીના ચાર શહેર 40 ડિગ્રી તાપમાનમા શેકાયા હતા. અઠવાડિયાથી ઉત્તર ગુજરાતમા સૂર્યદેવતા આગ ઓકી રહ્યા છે. સૂર્યદેવતાના પ્રકોપથી બચવા માટે રહીશો 40 ડિગ્રી તાપમાનમા વૃક્ષની છાયા શોધી રહ્યા છે. આગામી 4થી 5 દિવસ દરમિયાનમા પણ તાપમાનમા કોઈ મોટો ફેરફર જોવા મળશે નહી અને ઉપરોક્ત તાપમાન યથાવત રહેવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતના શહેરી વિસ્તારોમાં 40 ડિગ્રી તાપમાનના પગલે પાંચેય શહેરમા આકાશમાંથી જાણે અગન ગોળા વરસ્યા હોય તેવુ વાતાવરણ સર્જાયું હતુ. જોકે બપોરના 12 વાગ્યા બાદ ગરમીની શરૂઆત થઈ હતી. જેથી બપોરના સમયે લોકોએ ગરમીના કારણે ઘરની બહાર નીકળવાનું ટાળ્યું હતુ. બપોરથી સાંજ સુધી બજાર સહીત જાહેર માર્ગો સુમસામ જોવા મળ્યા હતા. ઉત્તર ગુજરાતમા ગરમી તેનું રૌદ્ર રૂપ બતાવી રહી છે.


  • Follow us on: