23 એપ્રિલના રોજ જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં 3 ગુજરાતી સહિત 26 લોકોના મોત નીપજ્યા હતા. ત્રણેય ગુજરાતીઓના મૃતદેહને વિમાન માર્ગે ગુજરાત લવાયા છે. જેમાં સુરતમાં મૃતક શૈલેષભાઈ કળથીયાની અંતિમ વિધી કરાઈ છે સાથે સાથે ભાવનગરમાં રહેતા પિતા-પુત્રની પણ અંતિમવિધી કરવામાં આવી છે,ત્યારે આ અંતિમવિધીમાં રાજકીય આગેવાનો પણ હાજર રહ્યાં હતા.
આતંકવાદી હુમલાને નજરે જોનાર વ્યક્તિનું નિવેદન
આ સમગ્ર ઘટનામાં આંતકવાદી હુમાલાને નજરે જોનાર સગીરનું નિવેદન સામે આવ્યું છે,ભાવનગરમાં રહેતા અને આતંકવાદમાં મૃત્યુ પામેલા સ્મિત અને યતીશ પરમારના પરિવારજનનું કહેવું છે કે,મારા કાકા અને ભાઈને મારી નજરની સામે જ ગોળી મારી હતી,જયારે ગોળી મારી ત્યારે એવુ લાગતુ હતુ કે આસપાસમાં ફટાકડા ફૂટી રહ્યાં છે અને આતંકીઓ નજીક આવીને ફાયરિંગ કરવા લાગ્યા હતા તો પ્રત્યક્ષદર્શી તેના ફઈ,ફુવા અને પિતરાઈ ભાઈ સાથે ફરવા ગયો હતો.
મૃતદેહને મોડી રાત્રે ભાવનગર લવાયો હતો
ભાવનગરના કાળિયાબીડ વિસ્તારમાં આવેલ નંદનવન સોસાયટીમાં રહેતાં યતીશભાઈ સુધીરભાઈ પરમાર અને તેમના પુત્ર સ્મિત યતીશભાઈ પરમારનું આતંકી હુમલામાં અવસાન થયું છે.તેમના મૃતદેહને મોડી રાત્રે ભાવનગર ખાતે લાવવામાં આવતા રાજકીય નેતાઓએ શોક સંતૃપ્ત કર્યો હતો અને પરિવારજનોને ઘરે જઈ પરિવારજનોને સાંત્વના પાઠવી સંવેદના વ્યક્ત કરી હતી.આતંકવાદી હુમલામાં માર્યા ગયેલાં પિતા-પુત્રના મૃતદેહોને ઈન્ડિગોની ફ્લાઈટમાં શ્રીનગરથી મુંબઈ અને મુંબઈથી અમદાવાદ લાવવામાં આવ્યા હતા. અમદાવાદથી રોડ માર્ગે બન્ને મૃતદેહને મધ્યરાત્રીએ ભાવનગર લવાયા હતા.









