23 એપ્રિલના રોજ જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં 3 ગુજરાતી સહિત 26 લોકોના મોત નીપજ્યા હતા. ત્રણેય ગુજરાતીઓના મૃતદેહને વિમાન માર્ગે ગુજરાત લવાયા છે. જેમાં સુરતમાં મૃતક શૈલેષભાઈ કળથીયાની અંતિમ વિધી કરાઈ છે સાથે સાથે ભાવનગરમાં રહેતા પિતા-પુત્રની પણ અંતિમવિધી કરવામાં આવી છે,ત્યારે આ અંતિમવિધીમાં રાજકીય આગેવાનો પણ હાજર રહ્યાં હતા.


[[$googlead]]

આતંકવાદી હુમલાને નજરે જોનાર વ્યક્તિનું નિવેદન

આ સમગ્ર ઘટનામાં આંતકવાદી હુમાલાને નજરે જોનાર દંપતીને વર્ણવી પરિસ્થિતિ અને કહ્યું કે,યતીશ અને સ્મિત ઉપર અમારી નજર સામે ફાયરિંગ થયુ હતુ,યતીશ અને સ્મિત સાથે 7 લોકો ગયો હતા,22 એપ્રિલે સ્થળ ઉપર આનંદ કરી રહ્યા હતા ત્યારે ફાયરિંગ થયું હતુ જેમાં આતંકીઓએ બ્લેક જેકેટ અને કુર્તા પહેરીને હાથમાં ગન લઈ આવ્યા હતા,પહેલા 3 આતંકીઓ આવ્યા હતા અને હવામાં ફાયરિંગ કર્યુ હતુ,તો અમે પહાડોમાં કાદવની વચ્ચે લસરતા જીવ બચાવીને ભાગ્યા હતા.

[[$alsoread]]

ભાવનગરના પિતા- પુત્રની અંતિમવિધિ કરાઈ

પહલગામમાં આતંકી હુમલામાં ભાવનગરના પિતા-પુત્રનું મોત થયું હતુ,જેમાં મોડી રાત્રે મૃતદેહને ભાવનગર ખાતે લવાયો હતો,ભાવનગરમાં પુત્ર સ્મિત અને પિતા યતીશની અંતિમયાત્રામાં હજારો લોકો જોડાયા હતા.તો સ્મિતના મિત્રોનું કહેવું છે કે,વિશ્વાસ નથી થતો કે સ્મિત અમારી સાથે નથી,તો સ્મિતને આર્મી જવાન બનવાનું સ્વપ્ન હતું અને તે સ્વપ્ન અધુરૂ રહી ગયું છે,સ્મિતની અકાળે વિદાય શાળા માટે મોટી ખોટ સર્જાઈ છે.

ભાવનગરમાં કાર્નિવલ મહોત્સવની ઉજવણી મુલતવી રાખવામાં આવી

ભાવનગરના ધારાસભ્ય જીતુ વાઘાણી દ્વારા પ્રેરિત ભાવનગરના જન્મ દિવસની ઉજવણી એટલે કે કાર્નિવલ મહોત્સવની ભવ્ય ઉજવણી બોરતળાવ ખાતે તા.29 અને 30 એપ્રિલના રોજ યોજાવાની હતી. પરંતુ જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલામાં નિર્દોષ લોકોના મોત થયા અને લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ ઘટનાને લઈને ધારાસભ્ય જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે ભાવેણાનો જન્મોત્સવ એટલે કાર્નિવલ મહોત્સવની ઉજવણી મુલતવી રાખવામાં આવી છે.મૃતકોના આત્માને ભગવાન શાંતિ અર્પે તેવી પ્રાર્થના કરવામાં આવી છે અને સમગ્ર દેશ તેમની સાથે છે.

  • Follow us on: