• દશેરાને લઈ ફાફડા-જલેબી ખરીદવા લાંબી લાઈનો
  • લોકો હોંશે-હોંશે ફાફડા જલેબીની ખરીદી માટે ઉમટ્યા
  • 8 થી 10 કરોડના ફાફડા જલેબીના વેચાણનો અંદાજ

રાજ્યમાં દશેરાની ઉજવણી ચાલી રહી છે ત્યારે વિવિધ સ્થાનો પર ફાફડા-જલેબી ખરીદવા માટે લાંબી લાઈનો જોવા મળી છે. ત્યારે એક જ દિવસમાં 8 થી 10 કરોડના ફાફડા-જલેબીના વેચાણ થયો હોવાનો અંદાજ જોવા મળી રહ્યો છે. મોટી સંખ્યામાં લોકો હોંશે-હોંશે ફાફડા જલેબીની ખરીદી માટે ઉમટ્યા છે.

દશેરાના દિવસે સમગ્ર શહેરમાં વહેલી સવારથી જ ફરસાણની દુકાનોની બહાર લાઈનો લગાવી દીધી છે. જેમાં એક જ દિવસમાં અંદાજિત લાખો કિલોથી વધુ ફાફડા-જલેબીનું સરેરાશ 400 રૂપિયે કિલો લેખે 8 થી 10 કરોડના વેચાણનો અંદાજ છે. જેના માટે શહેરમાં વિવિધ ફરસાણની દુકાનોમાં લાઈન લાગેલી જોવા મળી છે.

[[$googlead]]

જોકે સુરતમાં ફાફડા-જલેબીની લોકપ્રિયતા વધી છે. જેમાં અલગ સ્થાનો પર ફરસાણની દુકાનની બહાર લાઈન લગાવી દીધી હતી. જેમાં 480 રૂપિયા કિલો ફાફડા અને જયારે 280 રૂપિયા જલેબીનો ભાવ જોવા મળ્યો છે. જેના કારણે મોટો ભાવ વધારો જોવા મળ્યો નથી.

[[$alsoread]]

સુરતીઓને મૂળ રીતે સ્વાદિષ્ટ ભોજન લોકપ્રિય હોય છે. જેના કારણે ફાફડા અને જલેબી માટે પણ સુરતીઓએ લાંબી લાઈનો લગાવી દીધી હતી. જેમાં ફરસાણના દુકાનદારોએ પણ ફાફડા અને જલેબીની મોડીરાતથી તૈયારીઓ કરી હતી. આ વચ્ચે નાના મોટા સૌ કોઈ આજે દશેરાની ઉજવણી કરતા જોવા મળી રહ્યા છે.

  • Follow us on: