દાદરા નગર હવેલીમાં હવે ખોટા એકાઉન્ટનું કૌભાંડ સામે આવ્યું. આ કૌભાંડમાં ખોટા એકાઉન્ટ બનાવી લાખો રૂપિયાનું ટ્રાન્ઝેકશન કરી ઠગાઈ કરવામાં આવી.દાદરા નગર હવેલીમાં બેંક કર્મી સાથે મળી ખોટા એકાઉન્ટથી 89 લાખનું ટ્રાન્ઝેકશન કરનાર ઝડપાયા. શારીરિક રીતે અશક્ત લોકોની સ્થિતિનો આરોપીઓએ લાભ ઉઠાવ્યો અને ખોટા બેંક એકાઉન્ટ ખોલ્યા.સેલવાસ પોલીસે ઠગાઈ કરનારા આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી.
ખોટા એકાઉન્ટ બનાવ્યા
આજકાલ બનાવટી અને નકલીની બોલબાલા છે. લોકોને કમાણી કરવાનો આ રસ્તો વધુ સરળ લાગવા લાગ્યો છે. દાદરા નગર હવેલીમાં આવેલ એક બેંકમાં ખોટા એકાઉન્ટ બનાવી કેટલાક શખ્સોએ લાખો રૂપિયાનું ટ્રાન્ઝેકશન કરી નાણાંની હેરફેર કરી.આ કૌભાંડમાં બેન્કનો કર્મચારી પણ સામેલ હતો. બેન્કના કર્મચારીએ અન્ય 2 શખ્સ સાથે મળી બેંકમાં અન્યોના નામે એકાઉન્ટ ખોલાવ્યા.અને આ એકાઉન્ટમાંથી નાણાંનો ઉપાડ કરાતો હતો.અત્યાર સુધીમાં બેન્ક કર્મી અને અન્ય 2 શખ્સોએ 89 લાખનું ટ્રાન્ઝેકસન કર્યું.
પોલીસે આરોપીની કરી ધરપકડ
બેન્કના ઓડિટની તપાસમાં ખોટા એકાઉન્ટ હોવાનો ઘટસ્ફોટ થયો. પોલીસે સમગ્ર મામલાની તપાસ કરતાં ખોટા એકાઉન્ટ બનાવનાર 2 આરોપી સહિત બેંકના કર્મચારીની ધરપકડ કરી. આ કૌભાંડમાં એચડીએફસી બેંકના કર્મચારી પણ સામેલ હતો.બેંક કર્મચારી આરોપી ને ખોટા એકાઉન્ટ ખોલી આપવા મદદ કરતો. અને તેના બાદ આ ખોટા બેંક એકાઉન્ટમાંથી તેઓ ટ્રાન્ઝેકશન કરતાં. બેંક કર્મચારી આરોપી શત્રુંજય સાથે મળીને લોકોના મર્ચન્ટ-કરંટ બેંક એકાઉન્ટ ખોલાવી તેમાંથી નાણાં ઉપાડી મોજ કરતા.
શારીરિક અશક્ત લોકોની સ્થિતિનો લાભ ઉઠાવ્યો
પકડાયેલ આરોપી શત્રુંજયે શારીરિક અશક્ત વ્યક્તિની સહી કરી અકાઉન્ટ ખોલાવ્યું હતું. આરોપીઓ આવા લોકોની બનાવટી સહી કરી ખોટા એકાઉન્ટ ખોલતા હતા. આ એકાઉન્ટ સાથે તેઓ પોતાનો અંગત મોબાઇલ નંબર તથા ઈમેલ આઈડી જોડી દેતા જેથી તેઓ સરળતાથી પૈસા ઉપાડી શકે. પોલીસે બેંક કર્મી અને આરોપીઓ પાસેથી 124 QR કોડ, 60 ATM, ક્રેડિટકાર્ડ જપ્ત કર્યા.









