દેવભૂમિ દ્વારકાના જામ ખંભાળીયાથી વધુ એક નકલી અધિકારી ઝડપાયો છે. પોલીસના વાહન ચેકિંગ દરમિયાન આ સમગ્ર ભાંડો ફૂટ્યો છે. CID અધિકારી હોવાના નકલી ઓળખ કાર્ડ સાથે સ્કોર્પીયો કાર સાથે પોલીસે આ નકલી અધિકારીને ઝડપી પાડયો છે. જામ ખંભાળીયા પોલીસે નાઈટ કોમ્બિંગ દરમિયાન ટોલ નાકા પાસે વાહન ચેકીંગ કરતા નકલી અધિકારીનો ભાંડો ફૂટ્યો છે અને નકલી CID અધિકારી દિગ્વિજયસિંહ પરમારને અસલી પોલીસે સકંજામાં લીધો છે.


[[$googlead]]

પોલીસે નકલી અધિકારીની અટકાયત કરી તપાસ હાથ ધરી

GJ-38-BF-5050 નંબરની સ્કોર્પિયો કારમાં બ્લુ અને લાલ લાઈટ તેમજ સાયરન લગાવીને આ શખ્સ CID અધિકારી હોવાની ઓળખ આપતો હતો. આ સાથે જ આ શખ્સની સ્કોર્પીયો કારમાં તપાસ કરતા તેમાંથી ઠંડા પીણાની બોટલમાંથી ઈંગ્લિશ દારૂ અને બિયરના 3 ટીન પણ મળી આવ્યા છે. સાયરનવાળી કારમાં નકલી CID અધિકારી બનીને ફરતો યુવક લોકો પર રોફ જમાવતો હતો. નકલી અધિકારીની ઓળખ આપતો દિગ્વિજયસિંહ ઘનશ્યામસિંહ પરમાર નામનો યુવકને પોલીસે ઝડપી લીધો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં યુવક અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના ગાંગડ ગામનો હોવાનું સામે આવ્યું છે. હાલમાં પોલીસે નકલી અધિકારી શખ્સની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે.

[[$alsoread]]

અગાઉ પણ ખંભાળીયામાં નકલી અધિકારી ઝડપાયો હતો

ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં નકલી અધિકારીઓનો રાફડો ફાટી નીકળ્યો છે, લોકોને નકલી અધિકારી બનવાના અભરખા હજી ઉતર્યા નથી, દ્વારકાના જામ ખંભાળીયમાં લાલ લાઈટવાળી કાર લઈને ફરતો નકલી અધિક કલેકટર ઝડપાયો હતો, આ શખ્સ લોકોને અધિક કલેકટરની ઓળખ આપતો હતો અને ખાનગી કારમાં લાઈટ લગાવી હતી. આ ઠગનું નામ જીલ પંચમતીયા હતું, જે નકલી અધિકારી બનીને કારમાં લાલ લાઈટ લગાવીને ફરતો હતો,પોલીસે આ શખ્સને બાતમીના આધારે ઝડપી પાડયો હતો, તે રાજય સરકારનો માણસ હોવાની લોકોને ચર્ચા કરતો હતો અને સરકારમાં કઈ કામ હોય તો કરાવી આપીશ તેમ પણ કહેતો હતો. 

  • Follow us on: