રાજ્યમાં નકલીનો સિલસિલો અટકવાનું તો જાણે કે નામ જ લઈ રહ્યો નથી. રાજ્યમાં ફરી એક વખત નકલી અધિકારી ઝડપાયો છે. નવસારીમાં નક્લી CMO અધિકારી ઝડપાયો છે. નવસારી પ્રાંત અધિકારીને વર્ષ 2023થી આ નકલી CMO અધિકારી દમ મારતો હતો અને પ્રાંત અધિકારી પાસે માહિતી લેતો હતો.


[[$googlead]]

નકલી અધિકારી પ્રાંત અધિકારી પાસે CMOના નામે લેતો રહ્યો માહિતી

નવસારી પ્રાંત અધિકારી જનમ ઠાકુર નકલી CMO અધિકારીની માયાજાળમાં ભેરવાયા અને આ નક્લી અધિકારી પ્રાંત અધિકારીને ઉઠા ભણાવી રહ્યો હતો. બારડોલી નજીકના મઢી ગામનો આ ઠગબાજ નિતેશ ચૌધરી પ્રાંત અધિકારી પાસે CMOના અધિકારીના નામે માહિતી લેતો રહ્યો હતો. જો કે આખરે પ્રાંત અધિકારી જનમ ઠાકુરને શંકા જતા આ સમગ્ર ભાંડો ફૂટ્યો છે અને ત્યારબાદ નવસારી પ્રાંત અધિકારી જનમ ઠાકુરે નવસારી ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ કરી હતી, ફરિયાદના આધારે જ નકલી અધિકારી નિતેશ ચૌધરીને ઝડપી પાડ્યો અને આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

[[$alsoread]]

અમદાવાદમાંથી વધુ એક નકલી અધિકારી ઝડપાયો

તમને જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા જ અમદાવાદમાંથી વધુ એક નકલી અધિકારી ઝડપાયો હતો. કિરણ પટેલની જેમ નકલી અધિકારી બનીને મોટી છેતરપિંડી લોકો પાસે કરી છે. 250થી વધુ લોકો પાસેથી 3 કરોડ રૂપિયા નકલી અધિકારીએ પડાવ્યા છે. સચિવાલયના અધિકારી તરીકે ઓળખ આપી લોકો સાથે છેતરપિંડી આચરી હતી. આવાસ યોજનામાં મકાન અપાવવાના બહાને લોકો સાથે છેતરપિંડી આચરી હતી. ત્યારે પોલીસે આ નકલી અધિકારી વિરેન્દ્ર સિંહને ઝડપી પાડ્યો અને કાર્યવાહી શરૂ કર્યો છે. આ નકલી અધિકારીએ વસ્ત્રાપુર, નારાણપુરા અને સોલાના લોકો સાથે છેતરપિંડી કરી હતી. છેતરપિંડી મામલે કુલ 3 ફરિયાદો દાખલ થઈ હતી. લોકોના પૈસા પડાવી આરોપીએ બિઝનેસ શરુ કર્યો હતો, આ આરોપીએ ગ્રાહકો શોધવા માટે એજન્ટો રાખ્યા હતા અને વિરેન્દ્રસિંહ એજન્ટોને 50-60 લાખ રૂપિયા આપ્યા હતા.


  • Follow us on: