સુરતના અમરોલી વિસ્તારમાં એક યુવકની ધરપકડ કરવામાં આવી છે. આ યુવક નકલી નોટ સાથે ઝડપાયો છે. અમરોલી પોલીસે યુવકની ધરપકડ કરીને આગામી તપાસ હાથ ધરી છે. અમરોલી પોલીસે નકલી ચલણી નોટ વટાવવા ગયેલા એક યુવકને ઝડપી પાડ્યો હતો. પોલીસે 8 હજાર રૂપિયાની નકલી ચલણી નોટ જપ્ત કરી છે. 100 રૂપિયાના દરની 22, અને 200 રૂપિયાના દરની 29 નોટો જપ્ત કરવામાં આવી છે.
8 હજાર રૂપિયાની નકલી ચલણી નોટ જપ્ત
સુરતના અમરોલી વિસ્તારમાં પોલીસે બાતમીના આધારે એક યુવકની ધરપકડ કરી હતી. સુધીત પોદાર નામનો યુવક નકલી ચલણી નોટો સાથે ઝડપાયો હતો. સુધીત પોદાર, છાપરા ભાઠાના પિયુષ ટેલિકોમ સંસ્થામાં નોટ વટાવા ગયો હતો. તે દરમિયાના પોલીસે વોચ ગોઠવી યુવકને રંગે હાથ ઝડપી પાડ્યો હતો. આરોપી કોની પાસેથી નકલી નોટ લાવ્યો હતો અને કોને કોને આવી નકલી નોટ આપી છે તે બાબતે તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસે આરોપી પાસેથી એક મોબાઇલ પણ જપ્ત કર્યો હતો.
પોલીસે વધુ કાર્યવાહી કરી શરુ
સુરતમાં વધી રહેલા ગુનાઓના પ્રમાણને ડામવા માટે પ્રયત્ન હાથ ધરાયા છે. ત્યારે બીજી તરફ, વધુ એક ગુનો સામે આવ્યો છે. અહીં અમરોલી વિસ્તારમાં સુધીત પોદાર નામના યુવકની ધરપકડ કરાતા ચર્ચાનો દૌર શરુ થયો છે. આ યુવક નકલી નોટો સાથે ઝડપાતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. સુરતમાં મર્ડર, ચોરી વગેરે જેવા ગુનાઓ પોલીસ ચોપડે નોંધાતા હોય છે. ત્યારે યુવકોની આ પ્રકારની સંડોવણી તેમના ભવિષ્ય પર સવાલ ઉભા કરે છે.









