• નકલી પનીર, ઘી બાદ નકલી સરકારી કચેરી ઝડપાઈ
  • કાપોદ્રામાં ધમધમતું નકલી જનસુવિધા કેન્દ્ર ઝડપાયું
  • મામલતદારના દરોડામાં નકલી જનસુવિધા કેન્દ્રનો પર્દાફાશ

સુરતમાં “નકલી” ઝડપાવાની પરંપરા યથાવત છે. જેમાં નકલી પનીર, નકલી ઘી બાદ નકલી સરકારી કચેરી ઝડપાઈ છે. કાપોદ્રામાં ધમધમતું નકલી જનસુવિધા કેન્દ્ર ઝડપાયું છે. મામલતદારના દરોડામાં નકલી જનસુવિધા કેન્દ્રનો પર્દાફાશ થયો છે. તેમાં છેલ્લા દોઢ વર્ષથી નકલી જનસુવિધા કેન્દ્ર ધમધમી રહ્યું હતું.

જલારામ કોમ્પ્લેક્સમાંથી નકલી કેન્દ્ર ઝડપાયું

[[$googlead]]

જલારામ કોમ્પ્લેક્સમાંથી નકલી કેન્દ્ર ઝડપાયું છે. કેન્દ્રમાં નકલી સરકારી ડોક્યુમેન્ટ બનાવતા હતા. દોઢ વર્ષમાં કેટલા લોકોના નકલી ડોક્યુમેન્ટ બન્યા હશે તે સવાલ છે. દોઢ વર્ષ સુધી તંત્રના ધ્યાને નકલી કેન્દ્ર કેમ ના આવ્યું ? મામલતદારે પોલીસ સાથે રેડ કરી જલારામ કોમ્પ્લેક્ષમાં આવેલા ભગવતી કન્સ્લટમાંથી નકલી જન સુવિધા કેન્દ્ર ઝડપી પાડ્યુ છે. પોલીસે દરોડા દરમિયાન આધાર કાર્ડ, વેરા બીલ, જન્મના દાખલા બનાવવાની 27 ફાઈલ જપ્ત કરી હતી. તે સિવાય PDF ઉપરાંત એક નકલી વેરાબીલ પણ જપ્ત કરવામા આવ્યું હતું. પોલીસે આરોપી સંચાલકની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસમાં ખુલાસો થયો હતો કે આરોપી સંચાલક છેલ્લા દોઢ વર્ષથી નકલી દસ્તાવેજો બનાવતો હતો.

[[$alsoread]]

બોગસકાંડ ભગવતી કન્સલ્ટન્સીના નામે છેલ્લા દોઢ વર્ષથી ચાલતું

તપાસમાં ખુલાસો થયો હતો કે આ બોગસકાંડ ભગવતી કન્સલ્ટન્સીના નામે છેલ્લા દોઢ વર્ષથી ચાલતું હતું. પોલીસે આ હાલમાં બોગસ ડોક્યુમેન્ટ સાથે નિકુંજ દુધાત નામના આરોપીને ઝડપી પાડ્યો હતો. અત્યાર સુધીમાં કેટલા નકલી દસ્તાવેજો બની ચૂક્યા છે તે અંગે તપાસ શરૂ કરી હતી.


  • Follow us on: