રાજ્યમાં વધુ એક વખત નકલી નોટો ઝડપાઈ છે. આણંદના તારાપુરમાંથી 17 લાખ રૂપિયાની નકલી ચલણી નોટોનો જથ્થો ઝડપાયો છે. ચિલ્ડ્રન બેન્ક ઓફ ઈન્ડીયાના લખાણવાળી રૂપિયા 500 અને 100ના દર વાડી કુલ 3,400 નોટો ઝડપાઈ છે. કુલ 17 લાખ રૂપિયાની નકલી નોટો પોલીસે ઝડપી લીધી છે.


[[$googlead]]

આરોપીઓ રૂપિયા 50 લાખની સામે 1 કરોડની નોટો ખરીદવાના હતા

પોલીસ ફરિયાદમાં 7 લોકોના નામ સામે આવ્યા છે, જેમાંથી પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી લીધી છે. ચિલ્ડ્રન બેન્ક ઓફ ઈન્ડિયા વાળી નકલી નોટો માર્કેટમાં પહોંચાડવાની હતી, તે પહેલા જ તારાપુર પોલીસ દ્વારા આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે અને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. આરોપીઓએ 50 લાખ રૂપિયાનું રોકાણ કરીને 1 કરોડની નકલી નોટો ખરીદીને લોકોને પધરાવવાનો પ્લાન હતો પણ તે પહેલા જ પોલીસે આરોપીઓને ઝડપીને લઈને તેમનો પ્લાન નિષ્ફળ બનાવી દીધો છે. તમને જણાવી દઈએ કે પકડાયેલા આરોપીઓમાં 2 આરોપીઓ તારાપુરના છે, જ્યારે બીજા આરોપીઓ ગોધરા, તાલાળાના રહેવાસી છે.

[[$alsoread]]

થોડા દિવસ પહેલા અમદાવાદમાં પણ ઝડપાઈ હતી નકલી નોટ

તમને જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા જ મધ્યપ્રદેશમાં રહેતા 6 આરોપીઓ મધ્યપ્રદેશમાંથી જ નકલી નોટ છાપીને અમદાવાદના ચાણક્યપુરી શાક માર્કેટમાં નકલી નોટોથી ખરીદી કરવા માટે આવ્યા હતા. જો કે સોલા પોલીસે આરોપીઓ નકલી નોટ દ્વારા ખરીદી કરે તે પહેલાં જ તમામને ઝડપી પાડ્યા હતા અને સોલા પોલીસે બાતમીના આધારે ચાણક્યપુરી શાક માર્કેટમાંથી દીપક જાટવ, ઉમેશ જાટવ, વિકાસ જાટવ, ધર્મેન્દ્ર જાટવ અને ઋષિકેશ જાટવ સહિત કુલ 6 આરોપીઓની ધરપકડ કરી હતી. આ આરોપીઓની તપાસ દરમિયાન તેમની પાસેથી રૂપિયા 500ના દરની 247 નકલી નોટો મળી આવી હતી.

પોલીસે 6 આરોપીઓને ઝડપ્યા હતા

પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, આરોપીઓ મૂળ મધ્યપ્રદેશના રહેવાસી હતા, જેમાંથી 4 આરોપીઓ મધ્યપ્રદેશમાં પોતાના વતન શીલોલીમાં સાધન સામગ્રી મેળવીને અલગ અલગ સ્થળોએ નકલી નોટો છાપતા હતા અને નકલી નોટ છાપીને આરોપીઓ અમદાવાદમાં વટાવવા માટે આવ્યા હતા. જો કે આરોપીઓ નકલી નોટ માર્કેટમાં વટાવે તે પહેલા જ પોલીસે તેમને ઝડપી પાડીને તેમનો પ્લાન નિષ્ફળ બનાવી દીધો હતો અને આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી હતી.


  • Follow us on: