• યુવકની નામ રક્ષેશ માંગેલા હોવાનું બાહર આવ્યું
  • રક્ષેશ મુંબઈનો હોવાનું અને પાયલોટ બનવાનો શોખ ધરાવતો હતો
  • અવાર નવાર ફ્લાઇટમાં પાયલોટના ડ્રેસમાં ફોટા પાડી લેતો હતો

વડોદરા એરપોર્ટ પર સોમવારે રાત્રે દિલ્હી જતી ફ્લાઇટમાં પાઇલટ તરીકે ઓળખ આપી યુનિફોર્મમાં બોર્ડિંગ પાસ સાથે 20 વર્ષના યુવકે પ્રવેશ કરવાનો પ્રયત્ન કર્યો હતો. એર ઇન્ડિયાના કર્મચારીઓને શંકા જતાં તેને ઝડપી પાડ્યો હતો.

મુંબઈના વિલે પાર્લેમાં રહેતો 20 વર્ષનો રક્ષિત માંગેલા ધો.12 પાસ બાદ પાઇલટ બનવા માગતો હતો. જોકે આર્થિક સ્થિતિ ન હોવાથી તેણે મુંબઈના ઇન્સ્ટિટ્યૂટમાં એરપોર્ટના ગ્રાઉન્ડ સ્ટાફ તરીકે ટ્રેનિંગ લીધી હતી. જ્યાં પ્લેનના ક્રૂ મેમ્બર તરીકેની યુવતીઓ સાથે સંપર્ક થતાં અમદાવાદ, રાજકોટ, મુંબઈ જેવા શહેરોની 4 ગર્લફ્રેન્ડ થઈ હતી. તે રાજકોટ ગર્લફ્રેન્ડને મળી 20 તારીખે પરત આવ્યો હતો. જે બાદ તેની એક ગર્લફ્રેન્ડ નેધરલેન્ડ ગઈ હોવાથી તેને મુંબઈ એરપોર્ટ પર મૂકી હતી. જ્યાંથી અન્ય ગર્લફ્રેન્ડ હૈદરાબાદ ગઈ હોવાથી તેને પોતે ફ્લાઇટ લઈ હૈદરાબાદ આવી રહ્યો હોવાનું કહ્યું હતું.મુંબઈથી ફ્લાઈટ ન મળતાં મુંબઈથી વડોદરા, દિલ્હી થઈ હૈદરાબાદ જવાનો હતો.


જોકે વડોદરા એરપોર્ટ પર બોર્ડિંગ શરૂ થાય તે પહેલાં જ પાઇલટ તરીકે ઓળખ આપી પ્રવેશવાનો પ્રયત્ન કરતાં તે પકડાયો હતો. સીઆઇએસએફની ફરિયાદને આધારે હરણી પોલીસે એનસી દાખલ કરી કાર્યવાહી કરી હતી. 177ની કલમ મુજબ ખોટી માહિતી આપવાના ગુનામાં ધરપકડ ન થઈ શકે તેવા સંજોગોમાં મંગળવારે રાત સુધી પૂછપરછ કરી હતી.પૂછપરછમાં યુવકે અનેક યુવતીઓ સાથે સંકળાયેલો હોવાનું અને હૈદરાબાદ ગયેલી યુવતી સાથે નિકટતા અને લાગણીના સંબંધો હોવાનું જણાવ્યું હતું.

પોલીસની પૂછપરછ દરમિયાન યુવકની આર્થિક સ્થિતિ નબળી હોવાથી તેણે ગ્રાઉન્ડ સ્ટાફની ટ્રેનિંગ લીધી હોવાનું જણાયું હતું. તેની નેધરલેન્ડની ગર્લફ્રેન્ડ પાસેથી પણ તે ફ્લાઇટની ટિકિટ કરાવતો. મુસાફરો ફ્લાઈટમાં પ્રવેશે તે પહેલાં તે યુનિફોર્મમાં અંદર જતો અને પાઇલટ સાથે તેમજ પ્લેન પાસેના ફોટા પાડી પોતાના મોબાઈલમાં રાખતો હતો.જે બાદ સીઆઈએસએફ, પોલીસ, સેન્ટ્રલ આઈબી, સ્ટેટ આઇબી, એસઓજી તેમજ ક્રાઈમ બ્રાન્ચ સહિતની સંસ્થાઓએ યુવક જાસૂસ કે આતંકવાદી હોવાની શંકાએ ઘનિષ્ટ પૂછપરછ કરી હતી.

મહત્વનું છે કે યુવક રક્ષેશ આતંકી નહીં પણ આશિક હોવાનું જણાતાં તેને બીજા દિવસે મુક્ત કર્યો હતો.અને તે આતંકી કે ગુપ્તચર ન નીકળતા તપાસ એજન્સીઓએ રાહતનો શ્વાસ લીધો હતો.


  • Follow us on: