• 2020-21માં 35 કેસોમાં 103 લોકોની ધરપકડ
  • 2021-22માં 36 કેસમાં 92 લોકોની ધરપકડ
  • 2022-23માં 42 કેસમાં 95 લોકોની ધરપકડ

રાજ્યમાં નકલી પોલીસનો રાફડો ફાટ્યો છે. જેમાં વિવિધ જગ્યા પર નકલી પોલીસના નામે લૂંટ અને તોડની ઘટનામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આ વચ્ચે નકલી પોલીસાન નામે લૂંટના અને તોડકાંડના ત્રણ વર્ષમા 113 બનાવો બન્યા હોવાની વિગતો સામે આવી છે.

છેલ્લા થોડા સમયથી રાજ્યમાં વિવિધ નકલી સરકારી અધિકારીઓની ઘટના સામે આવી રહી છે. જેમાં નકલી IAS ઓફિસરથી નકલી IPS અને નકલી અધિકારીઓની વિગતો સામે આવતી રહે છે. આ વચ્ચે રાજ્યના પોલીસ વિભાગમાં વિવિધ નકલી પોલીસના 113 કેસ સામે આવ્યા છે. જેમાં હજી પણ 21 લોકો પોલીસ પકડથી દૂર છે.

[[$googlead]]

આ અંગેના રાજ્ય ગૃહ વિભાગ દ્વારા આપવામાં આવેલા આંકડા અનુસાર, 2020-21 માં 35 કેસોમા 103 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે 2021-22 માં 36 કેસમા 92 લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેમજ 2022-23 માં 42 કેસ મા 95 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

[[$alsoread]]

3 વર્ષમાં 10 કેસમાં 21 આરોપી પકડવાના બાકી

આ તરફ નકલી પોલીસના મામલે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં છેલ્લા ત્રણ વર્ષમાં 10 કેસમા હજુ પણ 21 આરોપી પકડવાના બાકી છે. તેમજ વિવિધ ઘટનાઓમાં હજી પણ તપાસ ચાલી રહી છે. જ્યારે કેટલાંક બનાવોમાં હાઇકોર્ટ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. 

  • Follow us on: