સુરતમાં ટેક્સટાઈલ માર્કેટમાં આગમાં મૃતક ભૂલાયા કે શું તેવું લાગી રહ્યું છે.મંત્રીથી લઈ ફોસ્ટા, ફોગવાએ મૃતકના પરિવાર ભુલી ગયો હોય તેમ લાગી રહ્યું છે.42 કલાક ચાલેલી આગમાં મૃતક મહેન્દ્રભાઈનું ગુંગળામણથી મોત થયું છે,તો મૃતક મહેન્દ્રભાઈ 10 દિવસ અગાઉ જ નોકરી પર લાગ્યા હતા અને આગમાં તેઓ બહાર નીકળી શકયા નહી અને તેમનું મોત થયું છે,ત્યારે પરિવાર આર્થિક મદદની ગુહાર લગાવી રહ્યો છે.


[[$googlead]]

આગમાં ગુંગળામણથી મહેન્દ્રભાઈનું થયું હતું મોત

મહેન્દ્રભાઈ 10 દિવસ અગાઉ નોકરી પર લાગ્યા હતા અને સવારે નોકરી પર નીકળ્યા બાદ તેઓનો મૃતદેહ સીધો ઘરે પહોંચતા પરિવારમાં આક્રંદ છવાયો હતો,પત્નીએ મહેન્દ્રભાઈના પેન્ટ પરથી મૃતદેહ ઓળખ્યો હતો,સંદેશ ન્યૂઝે મૃતકના પરિવારજનો સાથે કરી વાતચીત અને તેમનું કહેવું છે કે હાલ ઘરની આર્થિક સ્થિતિ સારી નથી અને પરિવારે ઘરનો આધાર ગુમાવ્યો છે.પત્ની, એક પુત્ર અને પુત્રીનો પરિવારમાં સમાવેશ,લોકો મદદ કરે તેવી આશા રાખી બેઠો છે પરિવાર.

[[$alsoread]]

આગને લઈ સર્વે કરાશે

સુરતમાં શિવશક્તિ માર્કેટનો હવાલો પોલીસને સોંપાયો છે જેમાં પોલીસ અને ફાયર FSLને સાથે રાખી સરવે કરી રહી છે,માર્કેટમાં ભીષણ આગ લાગતા કરોડો રુપિયાનું નુકસાન થયું છે,સરવે કરી આગનું સાચું કારણ શોધવામાં આવશે અને આગને પગલે 700 જેટલી દુકાનોમાં થયું નુકસાન થયું છે.

ફાયર ઓફિસરને હાથમાં ઓપરેશન કરવું પડયું

શિવશક્તિ ટેક્સટાઈલ માર્કેટમાં લાગેલી ભીષણ આગ 32 કલાક બાદ કાબુમાં આવી હતી. આ આગમાં કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. આ આગને કાબુમાં લેવા ફાયર કર્મચારીઓએ તનતોડ મહેનત કરી હતી અને ખડેપગે ફરજ બજાવી હતી. આ આગની ઘટનામાં એક ફાયર ઓફિસર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. તેમના હાથમાં એક ઓપરેશન કરવામાં આવ્યું છે.

મંત્રી હર્ષ સંઘવીએ ફાયર બ્રિગેડના જવાનોનું સાલ ઓઢાડી સન્માન કર્યું હતુ.

સુરત શહેરના શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં થયેલી મોટી આગની દુર્ઘટનાને ફાયર બ્રિગેડ અને વહીવટી તંત્રની ટીમોએ સતત બે દિવસની ભારે જહેમત બાદ કાબૂમાં લઈ લીધી છે. આ દુર્ઘટનામાં અનેક વેપારીઓને આર્થિક નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે.ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ઘટના સ્થળની મુલાકાત લીધી અને વેપારીઓ સાથે સંવાદ સાધી તેમને સાંત્વના પાઠવી હતી. તેમણે આગને કાબૂમાં લેવા માટે દિવસ-રાત એક કરનાર ફાયર બ્રિગેડના જવાનોના પ્રશંસનીય કાર્યની સરાહના કરી હતી. આ ઉપરાંત, મંત્રીએ ફાયર બ્રિગેડના જવાનોનું સાલ ઓઢાડી તેમનું સન્માન કર્યું હતું.

વેપારીઓને થયું મોટું નુકસાન

શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી ભીષણ આગ બે દિવસ એટલે કે 48 કલાક બાદ કાબુમાં આવતા તંત્ર અને વેપારીઓએ રાહતનો શ્વાસ લીધો છે. આ આગ પર કાબુ મેળવવા માટે ફાયર વિભાગની અનેક ટીમો છેલ્લા 48 કલાકોથી ખડેપગે હતી. ચાર માળની શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટની ઇમારતમાં 850 જેટલી દુકાનો આવેલી છે. જેમાંથી મોટાભાગની દુકાનો બળીને ખાખ થઈ ગઈ હોવાનું કહેવાઈ રહ્યું છે. અહીંના કાપડના વેપારીઓને 1000 કરોડથી વધુનું નુકસાન થયું હોવાની ભીતિ સેવાઈ રહી છે.

 

  • Follow us on: