પાટણના મોરપા ગામે કૌટુંબીક ભાઈ-બેહન તળાવમાં ડૂબી જતા તેમના મોત નિપજયા છે,સરસ્વતી તાલુકાના મોરપા ગામે કરુણ ઘટના બની હતી જેમા ડૂબતા ભાઇને બચાવા જતા બહેન પણ ડૂબી હતી,5 લોકો નદીમાં ન્હાવા પડાયા હતા જેમાં 3 લોકોનો બચાવ થયો છે,સમગ્ર ઘટનામાં ગ્રામજનોએ મૃતદેહને બહાર કાઢયો છે,અને પોલીસે ઘટના સ્થળે જઈ તપાસ હાથધરી છે.
5 લોકો તળાવમાં ન્હાવા પડ્યા હતા
આ સમગ્ર ઘટનાને લઈ વાત કરવામાં આવે તો 5 લોકો તળાવમાં ન્હાવા પડયા હતા જેમાંથી ભાઈ નદીમાં ડૂબી ગયો અને બહેન તેને બચાવવા ગઈ તો તેનું પણ મોત થયું હોવાની વાત સામે આવી છે,આજે શાળામાં રવિવારની રજા હોવાથી બાળકો ન્હાવા માટે ગયા હતા,ગરમીથી રક્ષણ મળે તે માટે ન્હાવ ગયા હતા,પરંતુ ઘટના આવી બનતા ગામમાં શોકનો માહોલ જોવા મળ્યો છે,આસપાસના લોકોએ બચાવાનો પ્રયત્ન પણ કર્યો પણ ભાઈ-બહેને તે પહેલા જ અંતિમ શ્વાસ લઈ લીધા હતા.
તળાવમાં ન્હાવા જતા બંન્ને બાળકો ડૂબ્યા
મોરપા ગામના ઇન્દિરાપુરા વિસ્તારમાં રહેતા ભાઈ -બહેન તળાવમાં ડૂબ્યા છે અને તેમનું મોત થયું છે.કૌટુંબીક ભાઈ બહેન એકબીજાની નજર સામે મોતને ભેટ્યા છે,તળાવમાં ડૂબેલા બને ભાઈ બહેન ને 108 મારફતે ઘારપુર ખસેડયા હતા પરંતુ સારવાર મળે તે પહેલા જ તેમનું મોત નિપજયું છે.પોલીસે બન્નેના મૃતદેહને પીએમ માટે મોકલી આપ્યા છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિવારને સોંપવામાં આવશે,મહત્વની વાત છે કે ગરમીથી રક્ષણ મેળવવા કયારેક લોકો છેક નદીને વચ્ચે જઈ મજા માણતા હોય છે પરંતુ આવી બેદરકારી કરવી ના જોઈએ,જો તમે પણ આવી બેદરકારી દાખવશો તો તમારો પણ જીવ જઈ શકે છે.









