- જે એન્ડ જે ક્રિકેટ ગ્રાઉન્ડમાં વિશાળ પડદો ક્રિકેટ મેચનું લાઇવ પ્રસારણ
- ક્રિકેટ ગ્રાઉન્ડમાં વિશાળ પડદો મૂકી ક્રિકેટ ચાહકોનું મનોરંજન કરવામાં
- નડિયાદ શહેરમાં સતત છઠ્ઠીવાર IPL ફેનપાર્ક યોજાનાર છે
નડિયાદ શહેરના જે એન્ડ જે ક્રિકેટ ગ્રાઉન્ડમાં IPLના ક્રિકેટ રસિયાઓ માટે ફેન પાર્કનું આયોજન તા. 30 અને 31 (શનિ-રવિ) માર્ચ નારોજ બે દિવસ રાખવામાં આવ્યું છે.આ ક્રિકેટ ગ્રાઉન્ડમાં વિશાળ પડદો મૂકી ક્રિકેટ ચાહકોનું મનોરંજન કરવામાં આવશે. જેમાં વિનામૂલ્યે પ્રવેશ છે .નડિયાદ શહેરમાં સતત છઠ્ઠીવાર IPL ફેનપાર્ક યોજાનાર છે.
ખેડા જિલ્લા ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ મનીષભાઇ દેસાઇ અને ઓલ્વીન ગાયકવાડે જણાવ્યું હતું કે, નડિયાદ શહેરના જે એન્ડ જે ક્રિકેટ ગ્રાઉન્ડમાં IPLના ક્રિકેટ ચાહકો માટે ફેન પાર્ક તા. 30 અને 31 માર્ચ (શનિવાર , રવિવાર) નારોજ યોજાશે . ક્રિકેટ પ્રેમીઓ માટે વિશાળ પડદા ઉપર શનિવારે સાંજે 5.30 કલાકે લખનૌઉ સુપર અને પંજાબ કિંગ્સ વચ્ચેનો મુકાબલો ખેલાશે. જેનું લાઇવ પ્રસારણ મોટા પડદા ઉપર થનાર છે. જયારે રવિવારે બપોરે ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝ હૈદરાબાદ વચ્ચેની મેચ તેમજ સાંજે દિલ્હી કેપીટલ અને ચેન્નઇ સુપર સુપર કિંગ્સ વચ્ચે યોજાનારી મેચનું પ્રસારણ કરાશે. આ ફેનપાર્કમાં પ્રવેશ વિનામૂલ્ય છે. આ ગ્રાઉન્ડમાં 10 હજાર જેટલા ક્રિકેટ રસિકો બેસીને જોઇ શકે તેટલી ક્ષમતા છે. શહેર શહેર આસપાસના ગામોના ક્રિકેટ પ્રેમીઓ ઉત્સાહથી જોડાશે. પ્રેક્ષકોને સ્ટેડિયમ જેવો અનુભવ થશે. આ ફેન પાર્કમાં સૌથી ક્રેઝી પ્રશંસક સાબિત થશે . આ ઉપરાંત પાર્કિગ માંડીને તમામ પ્રકારની વ્યવસ્થા રખાઇ છે. આ ઉપરાંત બાળકો માટે ગેમ્સ ઝોન તેમજ સેલ્ફી પોઇન્ટ સહિત ફૂડ ઝોન પણ હશે. તેમ તેમણે ઉમેર્યું હતું.










