આજકાલ વ્યાજખોરો ના ત્રાસથી કેટલાય લોકો એ જીવન ટુકાવ્યા છે તાજેતરમાં જ સાબરકાંઠા ના વડાલી માં સાગર પરિવાર ના એકજ ઘરના પાંચ સદસ્યો એ ઝેરી દવા પીધી હતી અને તેમાંથી ચાર ના મોત નિપજ્યા ની શાહી સુકાઈ નથી ત્યાં આજે અરવલ્લી ના બાયડ ના આંટીયાદેવ ગામે એક ખેડૂત દંપત્તિ એ પણ વ્યાજખોરો ના ત્રાસ થી જીવન ટૂંકાવ્યું હોવાની ઘટના અંગે બાયડ પોલીસમાં ફરિયાદ નોંધાવા પામી છે.
ખેડૂત દંપતીએ વ્યાજખોરોના ત્રાસથી જીવન ટૂંકાવ્યું
બાયડના આંટીયાદેવ ગામની આ ગામમાં રહેતા અતુલભાઈ પટેલ અને તેમના પત્ની બીના બેન બંને જણા ખેતી અને પશુપાલનનો વ્યવસાય કરી જીવન ગુજારો કરતા હતા તેઓએ ખેતીકામ માટે નાણાંની જરૂર હોવાથી રણેચી ગામના અતુલ પટેલ પાસેથી વ્યાજે નાણાં લીધા હતા ખેતીવાડી માં જોઈએ એવી ઉપજ ન મળતા અતુલભાઈ રણેચી વાળા અતુલ ભાઈ ને ફક્ત વ્યાજ આપતા હતા સમય જતાં વ્યાજ ની રકમ ચૂકવી ને મૂળ રકમ ના ત્રણ ઘણા નાણાં મૃતકે ચૂકવી દીધા હતા. આ બાજુ નાણાં ચૂકત કરવા અતુલભાઈ એ થોડીક જમીન પિપોદ્રા શેઢા ગામના બચુભાઇ ભરવાડ ને 7.51 લાખ માં વેચી હતી તે પૈકી 3 લાખ રૂપિયા બચુ ભરવાડે આપી ને સ્ટેમ્પ કરાવી લીધો બાકીના નાણાં આપતા ના હતા, જે બાયડ પોલીસ માં ફરિયાદ કરવામાં આવી હતી.
દંપતીએ આત્મહત્યા કરતા પહેલા સુસાઈડ નોટ લખી
મૃતકના પુત્રએ આપેલ નિવેદન મુજબ ગત 3 તારીખના રોજ મૃતક અતુલભાઈનો તેમના આણંદ રહેતા પુત્ર ચિરાગ પર ગયો હતો અને આવતીકાલે દહેગામ એક કેસની મુદત છે માટે જવાનું છે એમ જણાવ્યું હતું. પુત્ર એ પણ પિતાને હા કહી ને રાત્રે સુઈ ગયા હતા. બીજા દિવસે સવારે 7 કલાકે 4 એપ્રિલના રોજ પુત્ર ચિરાગે તેના પિતા અતુલ ભાઈને દહેગામ જવા બાબતે ફોન કર્યો હતો પણ ફોન ઉપાડતા ના હતા ચિરાગે તેના મમ્મીના નંબર પર પણ ફોન લગાવ્યા તેઓએ પણ ફોન ના ઉપાડ્યા છેવટે ચિરાગે તેના કાકા સુધીરભાઈને કોલ લગાવી તપાસ કરવા જણાવ્યું હતું ,કાકા અને કાકાની દીકરીએ આવીને જોયું તો અતુલભાઈ અને તેમના પત્ની બીના પટેલ ઘરના પાછળના ભાગે ઝાડ પર ગળે ફાંસો ખાધેલી હાલત માં જોવા મળ્યા હતા.
ખેડૂત પુત્રએ વ્યાજખોરો વિરુદ્ધ પોલીસમાં કરી ફરિયાદ
જેના બાદ ચિરાગને તમામ હકીકત જણાવી આંટીયાદેવ આવી જવા કહ્યું હતું. જેથી ચિરાગ અને તેની પત્ની અને દીકરી તાબડતોબ વતનમાં આવવા નીકળ્યા રસ્તા માં પુત્ર ચિરાગે પોતાનો ફોન ચાલુ કરી જોયુ તો તેંના પિતા અતુલ પટેલે પુત્રના વોટ્સએપ પર રાત્રે 2/44 મિનિટે સુસાઇડ નોટ નાખેલી હતી. જેથી સમગ્ર વાતને પુત્ર સમજી ગયો. પુત્ર રસ્તામાં જ હતો તે દરમિયાન ફરીથી તેમના કાકા સુધીર પટેલનો કોલ આવ્યો કે બંને ના મૃતદેહ પર કીડીઓ ચઢી ગઈ છે. જેથી મૃતદેહ નીચે ઉતારી લઈએ છીએ જેથી પુત્ર ચિરાગે મૃતદેહને ઉતારી લેવા સંમતિ આપી હતી અને ચિરાગ આંટીયાદેવ આવ્યો. અહીં આવીને સુસાઇડ નોટ આધારે પોલીસ ફરિયાદ માટે જણાવ્યું તો સગા સબંધીએ ના પાડી જેથી પીએમ બાદ અંતિમવિધિ પતાવીને ઘરે આવ્યા. ઘરે આવ્યા બાદ પોતાના મૃત પિતાના ફોનની તપાસ કરતા તેમના ફોનમાંથી ચિરાગની માતા બીના પટેલનો આત્મહત્યા કરતા અગાઉનો વિડિઓ મળી આવ્યો આ 44 સેકન્ડ ના વિડિઓમાં સમગ્ર હકીકત જણાવી છે. જેથી મૃતકના પુત્રને સાચી હકીકત ખબર પડતા પોલીસ ફરિયાદ કરવાનો નિર્ણય કર્યો અને બાયડ પોલીસમાં રણેચી ગામના અતુલ પટેલ અને પિપોદ્રા શેઢા ગામના બચુ ભરવાડ વિરુદ્ધ માનસિક ત્રાસ અને મરવા દુષપ્રેરણ અંગે ફરિયાદ નોંધાવી અને બંનેને ઝડપી કડક સજા કરાવવાની માગ કરી છે.