- વિસાવદર પંથકમાં ખેતીપાકને પારાવાર નુકસાની
- ભારે વરસાદ, પવનને લઈ ખેતીપાકને ભારે નુકસાની
- સોયાબીન સહિતના પાકોમાં ભારે નુકસાની
છેલ્લા પાંચ દિવસથી સતત ભારે ભવન અને વરસાદને કારણે વિસાવદર પંથકમાં ખેતી પાકને પારાવાર નુકસાની થઈ રહી છે સોયાબીન સહિતના પાકો માં ફૂલ અને છોડને પવનને કારણે ઢડી પડ્યા છે અને નુકસાની થઈ છે.ખેતીના પાકને નુકસાન થતા ખેડૂતો ચિંતામાં મુકાયા.અનેક ખેતરોમાં પાક સહિત છોડ પણ ખરી પડ્યા છે.જૂનાગઢ જિલ્લામાં છેલ્લા પાંચ દિવસથી સતત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.
ફૂલ ખરી પડયા
પવનની ગતિમાં પણ ખૂબ જ વધારો જોવા મળતા સોયાબીન સહિતના પાકોમાં આવતા ફુલ ખરી પડ્યા છે જૂનાગઢના વિસાવદર પંથકમાં આ વખતે સોયાબીન સહિતના પાકોનું ખૂબ જ મોટા પ્રમાણમાં વાવેતર થયું હતું પરંતુ છેલ્લા પાંચેક દિવસથી પવન સાથે વરસાદ પડતાં ઉભા છોડ ઢડી પડ્યા છે અને સોયાબીનના પાકમાં આવેલા ફૂલ પણ ખરી પડ્યા છે હવે જો પવન અને વરસાદ બંધ નહીં થાય તો ખેડૂતોને સોયાબીનની કોઈ જ ઉત્પાદન નહીં મળે તેવી દહેશત ખેડૂતોએ વ્યક્ત કરી છે.

પાકને નુકસાન
મોટાભાગના ખેતરોમાં ભારે પવનને કારણે છોડ ઢળી પડ્યા છે અને ફૂલ ઉડી જતા નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે.આ વર્ષે વિસાવદર પંથકમાં જિલ્લામાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે.ખેડૂતોનું કહેવું છે કે,મોંઘા બિયારણો લાવીને વાવેતર કરવામાં આવ્યું હતુ,પરંતુ એવી આશા ન હતી કે વરસાદ પથારી ફેરવી નાખશે,ત્યારે આ વરસાદ આફતરૂપી વરસાદ હતો જેના કારણે સોયાબીનના પાકને મોટું નુકસાન થયું છે,પાકનો જમીનથી નષ્ટ થયો છે.

મોરબીમાં પણ ખેતીને ભારે નુકસાન
મોરબીમાં બે દિવસમાં વરસેલા ભારે વરસાદે ખેડૂતોના તૈયાર થયેલા પાક પર પાણી ફેરવી નાખ્યું છે,આ પાક તૈયાર થયેલો હતો અને તેની પર પાણી ફરી વળતા ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે,ખેડૂતોનું કહેવું છે કે,10 હજાર વીઘાની જમીનમાં પાક તૈયાર કરવામાં આવ્યો હતો અને તેના પર વરસાદી આફતે નુકસાન વેતર્યું છે,ખેડૂતોનું કહેવું છે કે,સમગ્ર જિલ્લાના ખેડૂતોની આવી હાલત છે.









