• પ્રતિ મણ કપાસના ભાવ રૂ. 1,900ના બદલે રૂ. 1,550 થઇ જતા કફોડી હાલત

  • સંગ્રહ કરેલા કપાસનો ભાવ એકાએક ઘટી જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.
  • બીજી તરફ્ લગ્નની સીઝન આવતી હોવાથી ખેડૂતોને રૂપિયાની પણ જરૂરીયાત દેખાઈ

ધ્રાંગધ્રા હળવદ વિસ્તાર ખેતી આધારિત વિસ્તાર છે અહી મોટાભાગના ખેડૂતો કપાસનું વાવેતર કરે છે. ત્યારે આ સીઝનમાં કપાસનો ભાવ 1900 રૂપિયા પ્રતિ મણનો ભાવ પહોંચતા ખેડૂતોને 2200 રૂપિયા સુધી ભાવ પહોંચવાની આશા બંધાઈ હતી. એવામાં ભાવ વધવાના બદલે ઘટવા લાગતા હાલ મણ કપાસના 1550 રૂપિયા થઈ ગયા છે.બીજી તરફ્ લગ્નની સીઝન આવતી હોવાથી ખેડૂતોને રૂપિયાની પણ જરૂરીયાત દેખાઈ રહી છે.સાથે મોંઘાદાટ ખાતર,દવા અને બિયારણ સહિતના ખર્ચના કારણે પૂરતા કપાસના ભાવ ન મળે તો ખેડૂતોને પોષાય એમ પણ નથી.આમ આવા કપરા સમયે જ એકાએક કપાસના ભાવ બેસી જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.આ બાબતે સરકાર દ્વારા ખેડૂતોને કપાસના પૂરતા ભાવ મળે એવી કાર્યવાહી કરવામાં આવે એવી સમગ્ર વિસ્તારના ખેડૂતોની માંગ ઉઠી છે.


  • Follow us on: