રાધનપુર અને સાંતલપુર તાલુકાના ખેડૂતોએ ઉનાળુ વાવેતર ધીમી ગતિએ શરૂ કરી નાખ્યું છે.મોટા ભાગના ખેડૂતોએ સીઝનના આરંભે ઉનાળુ બાજરી,જુવાર સહિત ઘાસચારા અને ક્યાં ક્યાંક શાકભાજીનું વાવેતર કર્યું છે.


આમ ખેતરો ખાલી થયા પછી વાવેતરમાં ઝડપ આવી શકે તેમ છે. ખેતરોમાં ઘઉં સહિત રવી પાક ઉભા હોવાથી ખેતરો ખાલી કરી ઉનાળુ પાકના વાવેતર માટે ખેડૂતો જોતરાઈ ને ઉનાળુ પાકના વાવેતરનો ધમધમાટ શરુ કર્યો છે. ફેબ્રુઆરી માસના અંતે જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ખેડૂતોએ ઉનાળુ વાવેતરના શ્રી ગણેશ કરી દીધા છે પરંતુ વાવેતરમાં જોઈએ તેવો વેગ આવ્યો નથી કારણ કે ખેતરોમાં હજુ રવી સિઝનના જીરુ ચણા તેમજ ઘઉં સહિત અન્ય ખેતી પાકો ઉભા છે જેમાં ઘઉંના પાક મુખ્ય હોવાથી માર્ચ મહિનામાં ઘઉંની કાપણી થયા પછી ઉનાળુ વાવેતર વિસ્તાર વધવાની સંભાવના છે.જિલ્લામાં રવી સિઝનમાં વહેલું, વાવેતર કરનારા ખેડૂતોએ વર્તમાન સમયમાં ખેતરો ખુલ્લાં કરી ઉનાળુ સીઝનમાં પણ વહેલું વાવેતર શરુ કર્યું છે.ખેડૂતોએ ઉનાળુ સિઝનને ધ્યાનમાં રાખી બાજરી, જુવાર, ઘાસચારાનું ધીમીગતિએ વાવેતર કરી ને નર્મદા કેનાલનું પાણી ઉનાળુ માસમાં ચાલુ રહે તેવી ખેડૂતો સરકાર પાસે આશા વ્યક્ત કરી રહ્યા છે.


  • Follow us on: