જેમ વર્ષમાં ચાર નવરાત્રિ આવતી હોય છે તેમાં આસોની શારદીય અને ચૈત્રની વાસંતીય નવરાત્રિનું વિશેષ મહત્વ છે.જેમ આસોની નવરાત્રિમા નવ દિવસ ગરબાની ધૂમ જોવા મળતી હોય છે,તેજ રીતે ચૈત્રી નવરાત્રિમા શક્તિપીઠ અંબાજી મંદિર પરિસરમાં આ ચૈત્ર સુદ એકમથી દસમ સુઘી 24 કલાક માં અંબેની અખંડ ધૂનની રમઝટ જોવા મળે છે.


[[$googlead]]

83 વર્ષથી કરે છે ધૂન

મૂળ મહેસાણા જિલ્લાના ખેડુત પરિવારો દ્વારા આ અખંડ ધૂનની સ્થાપના ભારતદેશની આઝાદી પૂર્વે 1941માં કરવામાં આવી હતી. જયારે ખેડૂત ખેડૂત પરિવારો ઉપર આવી પડેલી આપતીને દૂર કરવા શરુ કરાયેલી અખંડ ધૂન મહેસાણા જિલ્લાના 150 ઉપરાંત શ્રદ્ધાળુઓ દ્વારા 83 વર્ષથી આ પરંપરાને જાળવી રાખવામાં આવી છે. આ અખંડ ધૂનમા 6 ટીમ બનાવી 2 કલાકના અંતરે આ ટુકડીઓ બદલાતી હોય છે અને રાઉન્ડ ધ કલોક આ અખંડધૂન મંદિરમાં ચાલી રહી છે.

[[$alsoread]]

મહિલાઓ બહાર બેસીને કરે છે ધૂન

જોકે આ અખંડ ધૂન મૂળ પરંપરાના નિયમો અનુસાર કરવામાં આવે છે. પુરુષો દ્વારા કરાતી આ અખંડ ધૂન મા મહિલાઓને પ્રવેશ અપાતો નથી. જો મહિલાઓને અખંડ ધૂન કરવી હોય તો તેઓ બહારની બાજુ અલગ બેસીને કરી શકે છે.ચૈત્રી એકમથી દસમ સુઘી આ ધૂન મંડળના ખેડૂતો તેમજ મંડળમાં આવતા સભ્યો તેલથી બનાવેલું ભોજન જમતા નથી.અને માત્ર ઘી ના ઉપયોગથી બનાવેલી રસોઈ જ બનાવીને જમે છે.મહિલાઓને આ અખંડ ધૂન દરમિયાન પ્રવેશ ન અપાતા હોવાનું કોઈ જ રંજ નથી.તેઓ બહાર અલગ બેસીને માતાજીની ધૂન કરતા હોય છે.


  • Follow us on: