અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદને કારણે ખેતી પાકોને નુકશાન થતાં ભારતીય કિસાન સંઘ દ્વારા આવેદન આપવામાં આવ્યું છે, અમરેલી જિલ્લામાં સતત પાંચ થી છ દિવસથી પડેલ કરા સાથે કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને થયેલ નુકસાન બાગાયતી પાકો તેમજ ઉનાળુ પાકો ડુંગળી, તલ, બાજરી, જુવાર, મગ, અળદ તથા પશુચારાને ભારે નુકસાન થયેલ છે.
અન્ય પાકોને મોટા પ્રમાણમાં નુકસાની થયેલ છે
તો ખેડુતોએ ધોમધખતા તાપમાં કરેલી મહેનત આજે આ જિલ્લાના ખેડુતોને હાથમાં આવેલ કોળીયો ઝુટવાઈ ગયેલ છે. ત્યારે ભારતીય કિસાન સંઘ અમરેલી દ્વારા અમરેલી જિલ્લા કલેકટરને આવેદન આપવામાં આવ્યું હતું તો આનુ તાત્કાલીક સર્વે કરાવી ખેડુતોને વળતર ચુકવવામાં આવે તેમજ આ જિલ્લાની અંદર ડી.એ.પી. ખાતરની અછત છતાં જયારે ખાતર આવે ત્યારે ફરજીયાત ત્રણ થેલીએ એક બોટલ નેનો ડી.એ.પી. બોટલ ફરજિયાત આપવામાં આવે છે જેની કિંમત રૂા. ૬૦૦/- ની છે. જે સરકાર તરફથી પરિપત્ર હોય તો પણ ખેડુતોને આ બાબતે ફરજિયાત લેવાનો આગ્રહ ન કરે તેવી અમારી અરજ છે. તો આ બાબતે ખેડુતોને ભારે મુશ્કેલીનો સામનો થયેલ હોવાથી તાત્કાલીક વળતરની રકમ મળે તેવી અમારી માંગણી સાથે ભારતીય કિસાન સંઘ દ્વારા અમરેલી જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું..
રાજ્ય સરકારે વરસાદથી થયેલી નુકસાનીનો પ્રાથમિક અંદાજ મંગાવ્યો
ગુજરાતમાં છેલ્લા પાંચેક દિવસથી કમોસમી વરસાદ થઈ રહ્યો છે. જેના કારણે ખેતરનો ઉભો પાક નષ્ટ થયો છે. બાગાયતી પાકોને પણ નુકસાન પહોંચ્યુ છે. આ ઉપરાંત રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદથી પશુઓના મોત થતાં પશુપાલકોની રોજગારી પર પણ અસર થઈ છે. ત્યારે રાજ્ય સરકારે વરસાદથી થયેલા નુકસાનનો પ્રાથમિક અંદાજ મંગાવ્યો છે. પાક નુકસાની અંગે SDRFના નિયમો મુજબના અંદાજોને આધારે કામગીરી આગળ વધારાશે.
સરકારે પાક નુકસાનીનો પ્રાથમિક અંદાજ મંગાવ્યો
વરસાદની સ્થિતિ થોડી શાંત થતાં હવે સરકારે જિલ્લા પ્રમાણે પાક નુકસાનીનો પ્રાથમિક અંદાજ મંગાવ્યો છે. જેમા બાગાયતી અને ખાસ કરીને કેરીના પાકમાં પ્રાથમિક નુકસાનની વિગતો મંગાવાઈ છે. જેમાં SDRFના નિયમો મુજબના અંદાજોને આધારે સરકાર કામગીરી આગળ વધારશે. બીજી તરફ કેટલાક મકાનો અને દુકાનોને પણ નુકસાન પહોંચ્યુ છે. ભારે પવનના કારણે સોલાર પેનલોને પણ નુકસાન પહોંચ્યું છે.









