અમરેલી જીલામાં લાઠીન જરખિયા ગામના યુવાન નિલેશ રાઠોડની હત્યા બાદ લાશ સ્વીકારી મૃતકના જન્મ દિવસે મોડી રાતે અંતિમ વિધિ કરાય. સાંસદ સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં અંતિમ વિધિમાં જોડાયા. મૃતક યુવાન યુવકની હત્યાને લઈને પરિવાર ઘેરા આઘાતમાં છે. યુવાનની હત્યાને લઈને પરિવાર અને ગ્રામજનોમાં શોકનો માહોલ છવાયો.
કલેક્ટર કચેરી મોટી સંખ્યામાં લોકો થયો એકત્રિત
અમરેલીમાં અનુસૂચિત જાતિ(SC)ના યુવક નિલેશ રાઠોડની હત્યા કરાઈ છે. ત્યારે આજે (25 મે 2025) કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં SC સમાજના લોકો એકત્ર થયા હતા. આ દરમિયાન 4થી 5 યુવકોએ કેરોસીન છાંટી આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. જોકે, હાજર પોલીસે તેમને આત્મવિલોપન કરતા રોક્યા હતા અને વોટરકેનનથી પાણીનો મારો ચલાવ્યો હતો. ત્યારબાદ તેમને એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ ખસેડાયા હતા.
સમગ્ર કેસ શું છે?
ગત 15 મે 2025નાં બપોરે નિલેશ રાઠોડે દ્વારકાધીશ દુકાનમાં દુકાનદારના યુવકને 'બેટા' શબ્દથી સંબોધન કર્યું હતું. આ શબ્દ પ્રયોગથી યુવકના પિતા ચોથા ભરવાડ ઉશ્કેરાઈને તેણે નિલેશની જાતિ વિશે પૂછપરછ કરી અપમાનજનક ટિપ્પણીઓ કરી હતી. ત્યારબાદ 15 લોકોને બોલાવીને લાકડી અને કુહાડીથી તેને માર માર્યો હતો. માથાના ભાગે કુહાડીના જીવલેણ ઘાથી તેનું સારવાર દરમિયાન મોત થયું હતું. જેમાં બચાવવા આવેલા પર પણ હુમલો કરાયો હતો. ત્યાર બાદ નીલેશ રાઠોડને અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને ત્યાર બાદ વધુ સારવાર માટે ભાવનગર ખાતે રીફર કરવામાં આવ્યો હતો ત્યાં જીગ્નેશ મેવાણીએ પીડિત પરિવારની મુલાકાત લીધી ભાવનગર સારવાર દરમિયાન નીલેશ રાઠોડનું મૃત્યુ નીપજ્યું હતું
25 તારીખ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો
મૃતકના પરિવારજનો દ્વારા રાજ્ય સરકાર સમક્ષ માંગણીઓ કરી હતી. જેમાં મૃતકમાંથી 1 વ્યક્તિની નોકરી મળે, જમીન મળે, આરોપી સામે કડક કાર્યવાહી કરે તેવી વિવિધ માંગ સાથે ભાવનગર હોસ્પિટલમાં લાશ રાખી પરિવાર બેઠો છે. આવા સમયે અમરેલીમાં કેટલાક SC યુવક સમાજ આગેવાનો સાથે એકત્ર થયા હતા. કલેક્ટર કચેરી પટાંગણમાં લોકો એકત્ર થતાં 4થી 5 યુવકોએ કેરોસીન લગાવી આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. પોલીસ બંદોબસ્ત વચ્ચે ફાયર ટીમ દ્વારા પાણીનો મારો ચલાવ્યો હતો. દરમિયાન એમ્બ્યુલન્સ મારફતે તમામને અમરેલી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામા આવ્યા છે. પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. સમાજના લોકો રાજ્ય સરકાર સમક્ષ વિવિધ માંગ કરી રહ્યા છે.
માર માર્યા મુદ્દે ફરિયાદ નોંધાઈ
અમરેલી શહેરમાં 16 મે એ લાલજી ચૌહાણે રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ ઘટના 15મી મેએ બપોરે બની હતી. નિલેશ રાઠોડ દ્વારકાધીશ દુકાનમાં દુકાનદારના યુવકને "બેટા" શબ્દથી સંબોધન કર્યું હતું. આ શબ્દ પ્રયોગથી બાળકના પિતા ચોથાભાઈ ખોડાભાઈ ભરવાડ ઉશ્કેરાયા હતા અને નિલેશની જાતિ વિશે પૂછપરછ કરી હતી અને જાતિ પ્રત્યે અપમાનજનક ટીપ્પણીઓ કરી હતી. તેણે 15 જેટલા માણસોને બોલાવ્યા અને નિલેશને લાકડી અને કુહાડી વડે માર માર્યો હતો.નિલેશને માથાના ભાગે કુહાડીનો ઘા મારવામાં આવ્યો હતો. બચાવવા માટે આવેલા અન્ય લોકો ઉપર પણ હુમલો કર્યો હતો. જેમાં નિલેશભાઈ રાઠોડ ઇજાગ્રસ્ત થતાં પ્રથમ અમરેલી હોસ્પિટલ બાદ વધુ ગંભીર હોવાથી ભાવનગર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં 3 દિવસ પહેલાં સારવાર દરમિયાન મોત થતા મામલો હત્યામાં પલટાયો હતો.
પોલીસે 10થી વધુ આરોપીઓને પકડ્યાનો દાવો
અગાઉ પોલીસે હત્યાની કોશિષનો ગુન્હો નોંધ્યો હતો. ઘટનાની ગંભીરતા સમજી 10થી વધુ આરોપીઓને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી, ત્યારબાદ હત્યાની ઘટના બાદ અમરેલી રૂરલ પોલીસે હત્યાનો ગુન્હો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. જેમાં મોટાભાગના આરોપીઓની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવી હોવાનો દાવો કર્યો હતો, પરંતુ મૃતકની લાશ ભાવનગર હોસ્પિટલમાં હતી અને પરિવારે 4 દિવસથી લાશ લેવાનો ઇનકાર કર્યો હતો.
મોડી રાતે લાશ સ્વીકારી અંતિમ વિધિ કરાય
ભાવનગર હોસ્પિટલમાં મૃતકના પરિવારજનો દ્વારા લાશને સ્વીકારી અંતિમ વિધિ કરવા માટે લાઠીના જરખિયા ગામમાં પહોંચ્યા હતા જ્યાં સાથે સાંસદ ભરત સુતરીયા સહિત સ્થાનિક આગેવાનો મોટી સંખ્યામાં દલિત સમાજ સહિત લોકો મોટી સંખ્યામા જોડાયા અને અંતિમવિધિ કરવામા આવી હતી અને શોકમય માહોલ વચ્ચે અંતિમ વિધિ કરવામાં આવી છે વિવિધ માંગને લઈ તંત્ર દ્વારા ખાત્રી આપતા લાશ સ્વીકારી લેતા તંત્રએ હાશકારો અનુભવ્યો હતો.
પિતાનું છલકાયું દર્દ
મૃતક નિલેશભાઇના પિતાએ જણાવ્યું આજે મારા દીકરાની આજે જન્મ તારીખ છે આજે 20 વર્ષ પુરા થયા છે અને આજેજ અંતિમવિધિ છે આજે અમારા સાંસદ સહિત આખું ગામ અમારું અહીં હાજર છે. મૃતકના કાકા ગુણવતભાઈ રાઠોડએ જણાવ્યું આજે નિલેશભાઈ રાઠોડને તેમના નિવાસસ્થાને તેમના મૃતદેહ લઈ આવ્યા છે જે ફળિયામાં જે દીકરો રમીને મોટો થયો છે ત્યાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત છે અહીંયા અંતિમયાત્રા કાઢવામાં આવી છે મારું એકજ કહેવું છે અસામાજિક તત્વોનો કોઈ જાતિ ધર્મ હોતો નથી એ લોકો આતંકવાદી વિચારના હોય છે ધારાસભ્ય જીજ્ઞેશભાઈ મેવાણી,સાંસદ ભરતભાઇ સુતરીયા સહીતએ સતત પ્રયાસ કર્યો હતો.
સાંસદની અપીલ
સાંસદ ભરત સુતરીયાએ જણાવ્યું 16 તારીખની ઘટના હતી આવી ઘટનામાં આવા કોઈ વ્યક્તિ હોય કોઈ જાતી હોતી નથી મારુ એવું કહેવાનું છે કોઈ સાથે જગડો કરતા પહેલા વિચાર કરો તમેં કય તરફ જય રહ્યા છો? ઘરમાં કોઈ એક સંતાન હોય અને આવી રીતે થાય આજે અમે ચાર ચાર દિવસથી આ ઘટનામાં સાથે છીએ કેટલું દુઃખ વ્યક્ત કર્યું છે તે અમને ખબર છે એટલે આજે શાંતિપૂર્ણ વિધિ કરવામાં આવી છે અને અમારો આ પરિવાર છે તેવી રીતે બધાજ લોકો મળી આ વિધિ કરવામાં આવી છે આસપાસ લોકો પણ જોડાયા હતા. આજે અમને બોવજ દુઃખદ ઘટના બની છે.










