• આરોગ્ય વિભાગની સૂચના દવાઓનો પૂરતો સ્ટોક રાખવો

  • રોગચાળો ના ફેલાય તે માટે ફોગિંગની કામગીરી કરવાની રહેશે
  • પાણીજન્ય રોગચાળો અને વાયરલ ઈન્ફેક્શનના કેસ રોકવા કામગીરી

કમોસમી વરસાદમાં રોગચાળો રોકવા માટે રાજ્યના આરોગ્ય વિભાગે જરૂરી પગલાં ભરવા તાકીદ કરી છે, રાજ્યની તમામ મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી અને જિલ્લા પંચાયતના તમામ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીઓને પત્ર પાઠવી કહેવાયું છે કે, આગામી દિવસોમાં હજુ વરસાદની સંભાવના છે ત્યારે પાણીજન્ય રોગચાળો અને વાયરલ ઈન્ફેક્શનના કેસ રોકવા સઘન સર્વેલન્સની કામગીરી કરવાની રહેશે, જેમાં ક્લોરીનની ટેબ્લેટ તેમજ ઓઆરએસની વહેંચણી કરવા, લોકોને શુદ્ધ પાણી મળી રહે અને ગરમ પાણી પીવે તે માટે પ્રચાર કરવાનો રહેશે. સિઝનલ ફલૂના કેસ સામે આવે તો ઝડપી સારવાર કરવા અને જરૂરી દવાઓનો સ્ટોક સુનિશ્ચિત કરવાનો રહેશે. રોગચાળો ફેલાય તો તેના સેમ્પલ અવશ્ય લેવા અને તેને લેબોરેટરી ખાતે ટેસ્ટિંગ માટે મોકલવાના રહેશે. રોગચાળાનું એનાલિસિસ કરીને પૂરતું ડોક્યુમેન્ટેશન કરીને તેની માહિતી રાજ્ય કક્ષાએ મોકલવાની રહેશે. રોગચાળો ના ફેલાય તે માટે ફોગીંગની કામગીરી કરવા, મચ્છરજન્ય રોગચાળા ના ફેલાય તે માટે મચ્છર ઉત્પત્તિ સ્થાન અટકાવવા પગલાં લેવાના રહેશે.


  • Follow us on: