• સ્થાનિકો દ્વારા રજૂઆતો કરવા છતાં વીજ તંત્રની કોઈ કાર્યવાહી નહીં

  • વીજ કંપનીની કચેરીમાં રહીશોએ અવારનવાર રજૂઆતો કરી છે
  • જાનહાનિ થવાની દહેશત સ્થાનિક રહીશો વ્યક્ત કરી રહ્યાં છે

ધોળકા શહેરના વોર્ડ નં. 7માં આવેલ ગડીતવાડા રહેણાંક વિસ્તારમાં ગડીતવાડાથી ભગતની ગેરેજ તરફ્ના મેઈન રોડ ઉપર વીજ થાંભલા નં. 685 અને 686 વચ્ચેના વીજ વાયરો નમી પડયા છે. હાલ આ જીવંત વીજ વાયરો જમીનથી માત્ર સાતથી આઠ ફૂટની ઊંચાઈએ હોવાથી કોઈ વ્યક્તિ અથવા વાહન આ વીજ વાયરોને અડી જાય તો જાનહાનિ થવાની દહેશત સ્થાનિક રહીશો વ્યક્ત કરી રહ્યાં છે. આ અંગે સ્થાનિક વીજ કંપનીની કચેરીમાં રહીશોએ અવારનવાર રજૂઆતો કરી છે. આ ઉપરાંત ત્રણ દિવસ અગાઉ પણ આ નમી ગયેલ જોખમી વીજ વાયરોને ઊંચા કરવા ગડીતવાડાનાં રહીશો એ ધોળકા વીજ કચેરીમાં રજૂઆત કરી હતી. પરંતુ આજદિન સુધી કર્મચારીઓ ફ્રક્યા નથી. આ મહોલ્લામાં એક વીજ થાંભલો નમી ગયો છે. જે ગમે ત્યારે જાહેર માર્ગ ઉપર પડી જાય તેવી હાલત છે. ત્યારે તેનું સમારકામ કે ખસેડી લેવા સ્થાનિકોએ માગણી કરી છે.


  • Follow us on: