સુરતમાં મહિલા પોલીસ કર્મચારીએ આપઘાત કરી લેતા ખળભળાટ મચી ગયો છે,પોલીસ કર્મચારી શેતલ ચૌધરીએ ગળે ફાંસો લગાવીને જીવન ટૂંકાવ્યું છે,મૃતક કોન્સ્ટેબલે અઠવાલાઇન્સ સ્થિત બસેરા હાઉસમાં આપઘાત કર્યો છે,તો પોલીસે આ મામલે મૃતક મહિલાને ગાર્ડ ઓફ ઓનર આપ્યું છે અને વધુ તપાસ હાથધરી છે.

[[$googlead]]

મહિલા પોલીસકર્મીએ ઘરમાં ગળેફાંસો ખાધો
સુરત એરપોર્ટ પર ફરજ બજવતી મહિલા પોલીસ કોન્સ્ટેબલ શેતલ ચૌધરીએ આપઘાત કરી લેતા સુરત પોલીસ બેડામાં ખળભળાટ મચ્યો હતો,મહિલા ઘરે એકલી હતી તે દરમિયાન તેનો મૃતદેહ મળી આવ્યો છે,મહિલા પાસેથી હજી સુધી કોઈ સ્યુસાઈડ નોટ પોલીસને મળી આવી નથી,હાલમાં પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથધરી છે,મૃતદેહનું પીએમ થઈ ગયું છે અને પરિવારજનોને મૃતદેહ સોંપી દેવામાં આવ્યો છે,મહિલાનો મોબાઈલ ફોન પોલીસે વધુ તપાસ માટે જપ્ત કર્યો છે.

ઉમરા પોલીસે વધુ તપાસ હાથધરી
મહિલા પોલીસના આપઘાતને લઈ ઉમરા પોલીસે વધુ તપાસ હાથધરી છે,તો મૃતક મહિલાના બહેન પણ પોલીસ ભરતીને લઈ તૈયારી કરી રહ્યાં છે અને તેઓ પણ તેની સાથે જ રહેતા હોવાની વાત સામે આવી છે,મૃતક મહિલાના લગ્ન થયા નથી,ત્યારે પોલીસે મોબાઈલ ફોનના આધારે વધુ તપાસ કરી છે,અન્ય જે પોલીસ કર્મીઓ સાથે હતા નોકરીમાં તેમના પણ નિવેદન નોંધવામાં આવ્યા છે,ત્યારે આ ઘટનાને લઈ સુરત પોલીસમાં શોકની લાગણી છવાઈ છે,પોલીસની તપાસ બાદ જ આપઘાતનું સાચુ કારણ સામે આવશે.મૃતક મહિલા તેના બનેવી સાથે રહેતી હતી.

આત્મહત્યાના પ્રયાસો અટકાવવા માટેના પગલાં
01-માતા -પિતા, શિક્ષકો, શાળા તથા કોલેજના સંચાલકોમાં આત્મહત્યા અંગે જાણકારી આપીને બાળકો, યુવાનો માં થતી આત્મહત્યાના બનાવો ઘટાડી શકાય છે.
02-સમાજમાં વિવિધ સંસ્થાઓ, કલબો, આત્મહત્યા નિવારણ અંગેના કાર્યક્રમોનું આયોજન કરી સમાજમાં જાગૃતિ લાવી શકાય, માનસિક 03-બીમારીઓ અને મનોવૈજ્ઞાનિક સમસ્યા એ આત્મહત્યાના અગત્યના કારણો છે જે માટે યોગ્ય પ્રોફેશનલ સલાહકાર ની સલાહ અને સારવાર લેવી જરૂરી છે. તે કોઈપણ શરમ, સંકોચ કે ડર વગર લેવાવા જોઈએ. આ અભિગમ સમાજમાં પ્રવર્તે તે ખુબ જરૂરી છે,જેથી માનસિક બીમારીઓ અને તેની સારવાર અંગેની ગેરમાન્યતા અને ડર ઓછા થાય તેવા પગલાં લેવા જરૂરી છે.
03-સરકાર પણ આત્મહત્યા નિવારણ માટે ઘણા પગલાઓ લઇ શકે જેમ કે અમુક જોખમકારક દવાઓ, પદાર્થો પર પ્રતિબંધ મૂકી શકાય, અમુક દવાઓ ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર ના જ મળે, જોખમી જગ્યાઓ પર સલામતિના પગલા લઇ શકાય. જેમકે, ઊંચા પુલ-મકાનો પર રેલીંગ લગાડવી. યોગ્ય કાયદાઓ દ્વારા હથિયારો પાર પ્રતિબંધ, આત્મહત્યા નિવારણ હેલ્પલાઇન ચાલુ કરી શકાય.
04-બાળકો-યુવાનોમાં થતી આત્મહત્યાના નિવારણના એક પગલા સ્વરૂપે આજની શિક્ષણ વ્યવસ્થા અને પરીક્ષા વ્યવસ્થામાં મોટા ફેરફારની જરૂરિયાત છે. સ્કૂલ, કોલેજના શિક્ષણની સાથે વ્યવસાયિક ટ્રેઇનિંગ આપવી જરૂરી છે.

  • Follow us on: