• કાજલ હિન્દુસ્તાનીના વિવાદિત નિવેદન મામલે મહિલાઓની પોલીસમાં ફરિયાદ

  • સસ્તી પ્રસિદ્ધિ માટે કાજલ પાટીદાર સમાજની દીકરીઓને બદનામ કરે છે:મહિલા મંડળની બહેનો
  • અશોભનીય ભાષાનો પ્રયોગ કરી તેમના માતા-પિતા અને પાટીદાર સમાજનું અપનામ કર્યુ

પાટીદાર સમાજની દિકરીઓ વિશે અપમાનજનક નિવેદન આપનાર કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ બેચર-બહુચરાજી ગામની પાટીદાર બહેનોએ શનિવારે બપોરે સમુહમાં બહુચરાજી પોલીસ સ્ટેશને પહોંચી ફરિયાદ આપી કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ દેખાવો કર્યા હતાં. બહુચરાજી પોલીસ સ્ટેશને પહોંચેલી મહિલાઓ સાથે પાટીદાર યુવાનો જોડાયાં હતાં. મહિલા મંડળના નિરૂપબેન બી.પટેલ, ગીતાબેન બી.પટેલ, હેતાલબેન સી.પટેલ, અલ્પાબેન સી.પટેલ, જિજ્ઞાસાબેન એસ.પટેલ, ગોપીબેન એફ.પટેલ સહિતની બહેનોએ બહુચરાજી પી.આઈ. સોલંકીને લેખિત ફરિયાદ બાદ જણાવ્યું હતુ કે કાજલ હિન્દુસ્તાનીએ વ્યકિતગત પ્રસિદ્ધિ માટે પાટીદાર સમાજની દિકરીઓને બદનામ કરતી અશોભનીય ભાષાનો પ્રયોગ કરી તેમના માતા-પિતા અને પાટીદાર સમાજનું અપનામ કર્યુ છે.જે સમાજની દિકરીઓ અને સમાજ માટે દુઃખદ બાબત હોઈ તેની સામે કાયદાકીય જોગવાઈ મુજબની કાર્યવાહી કરવા પાટીદાર બહેનોની માગણી છે.

આ ઉપરાંત રજૂઆત ટાણે પાટીદાર બહેનો સાથે જોડાયેલાં હર્ષદભાઈ પટેલે એક પ્રશ્નના પ્રત્યુતરમાં જણાવ્યું હતુ કે કાજલ હિન્દુસ્થાનીએ સસ્તી પ્રસિદ્ધિ માટે પાયાવિહોણા આક્ષેપો કરીને પાટીદાર સમાજની દિકરીઓ અને સમાજને બદનામ કરવાનો પ્રયાસ કર્યો છે.


  • Follow us on: