• આ મેચ કતારના ખલીફા ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમવામાં આવી
  • બંને ટીમોનો ફિફા વર્લ્ડકપનો સફર ખુબ જ રોમાંચક રહ્યો હતો
  • ફિફા વર્લ્ડકપ 2022ની ત્રીજા સ્થાન માટે પ્લેઓફ મેચ હતી

આ મેચ કતારના ખલીફા ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં ભારતીય સમય અનુસાર 8.30 કલાકે શરુ થઈ હતી. બંને ટીમોનો ફિફા વર્લ્ડકપનો સફર ખુબ જ રોમાંચક રહ્યો હતો. આજની મેચમાં ક્રોએશિયાની ટીમે મોરોક્કો સામે 1-2ના સ્કોરથી રોમાંચક જીત મેળવી હતી. આ સાથે જ ક્રોએશિયાની ટીમે ફિફા વર્લ્ડકપ ઈતિહાસમાં બીજીવાર વર્લ્ડકપમાં ત્રીજુ સ્થાન મેળવ્યુ હતુ. મોરોક્કો ઐતિહાસિક જીત મેળવતા ચૂકી ગઈ હતી. હાર બાદ મોરોક્કોની ટીમ ચોથા સ્થાને રહી હતી. આ સાથે મોરોક્કોની ટીમ વર્લ્ડકપમાં ચોથા સ્થાને રહેનાર પહેલી આફ્રિકન અને અરબ ટીમ બની છે. આ બંને ટીમો સેમિફાઈનલ મેચમાં હારીને આ ત્રીજા સ્થાન માટેની પ્લેઓફ મેચમાં પહોંચી હતી. 4 ડિસેમ્બરના રોજ રમાયેલી પ્રથમ સેમિફાઈનલ મેચમાં આર્જેન્ટિનાની ટીમે ક્રોએશિયા સામે 3-0થી ભવ્ય જીત મેળવી હતી. જ્યારે 15 ડિસેમ્બરના રોજ રમાયેલી બીજી સેમિફાઈનલ મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ફ્રાન્સની ટીમે મોરોક્કો સામે 2-0થી જીત મેળવી હતી.

બ્રોન્ઝ મેડલ માટેની આ મેચમાં શું થયુ ?

બ્રોન્ઝ મેડલ માટેની આ મેચ શરુઆતથી જ રસાકસીવાળી રહી હતી. મેચની પ્રથમ 9 મિનિટમાં જ બંને ટીમોએ 1-1 ગોલ કર્યો હતો. મેચની 7મી મિનિટમાં ક્રોએશિયાના Joško Gvardiol એ ફ્રી કિકનો લાભ ઉઠાવીને હેડર મારીને ગોલ કર્યો હતો. તેવામાં જ સ્કોરની બરાબરી કરવા માટે મોરોક્કોના Achraf Dari એ પણ ફ્રી કિકનો લાભ ઉઠાવીને હેડરથી ગોલ કરીને સ્કોર 1-1થી બરાબર કર્યો હતો. આ રોમાંચક મેચમાં પ્રથમ હાફ પહેલા જ 42મી મિનિટે ક્રોએશિયાના Mislav Oršić એ ગોલ કરીને પોતાની ટીમને મેચમાં લીડ અપાવી હતી. ત્યાર બાદ પણ બંને ટીમો ગોલ કરવાના ઘણા પ્રયત્નો કર્યા, પણ અંતે પ્રથમ હાફનો સ્કોર 2-1 ક્રોએશિયાના પક્ષમાં રહ્યો હતો. બીજી મેચમાં બંને ટીમો અને રેફરી વચ્ચે ઘર્ષણના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. 90 મિનિટની રમત બાદ રમતમાં 6 મિનિટ વધારે ઉમેરવામાં આવી હતી. મેચની અંતિમ મિનિટમાં મોરોક્કો પાસે મેચમાં બરાબર કરવાની તક હતી પણ તેઓ ગોલ કરી શક્યા ન હતા. અંતે ક્રોએશિયા એ એ મેચમાં 2-1થી જીત મેળવી હતી.

આ હતી બંને ટીમો

ક્રોએશિયા ટીમે ફિફા વર્લ્ડકપની ગ્રુપ સ્ટેજની 3 મેચમાંથી 2 મેચમાં જીત મેળવી છે. મોરોક્કો સામેની પ્રથમ મેચ ડ્રો રહી હતી. પ્રી કવાર્ટર ફાઈનલ મેચમાં જાપાન સામે પેનલ્ટી શૂટઆઉટમાં જીત મેળવી આ ટીમ કવાર્ટર ફાઈનલમાં પહોંચી હતી. કવાર્ટર ફાઈનલમાં પણ ક્રોએશિયાની ટીમે પેનલ્ટી શૂટઆઉટમાં દુનિયાની નંબર વન ટીમ બ્રાઝિલને હરાવીને સેમિ ફાઈનલમાં સ્થાન પાક્કુ કર્યુ હતું. 14 ડિસેમ્બરના રોજ રમાયેલી પ્રથમ સેમિફાઈનલ મેચમાં આર્જેન્ટિનાની ટીમે ક્રોએશિયા સામે 3-0થી ભવ્ય જીત મેળવી હતી. મોરોક્કોની ટીમની ગ્રુપ સ્ટેજની 3 મેચમાંથી પહેલી મેચ ક્રોએશિયા સામે ડ્રો રહી હતી. બીજી મેચમાં મોરોક્કોની બેલ્જિયમની મજબૂત ટીમ સામે 2-0થી જીત થઈ હતી. જ્યારે ત્રીજી મેચમાં કેનેડા સામે 2-1થી જીત મેળવી હતી. પ્રી કવાર્ટર ફાઈનલ મેચમાં મોરોક્કોની ટીમે 2010ની ચેમ્પિયન ટીમ સ્પેનને 3-0 હરાવી હતી. જ્યારે કવાર્ટર ફાઈનલ મેચમાં મોરોક્કોની ટીમે રોનાલ્ડોની ટીમ પોર્ટુગલને 1-0થી હરાવી હતી.15 ડિસેમ્બરના રોજ રમાયેલી બીજી સેમિફાઈનલ મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ફ્રાન્સની ટીમે મોરોક્કો સામે 2-0થી જીત મેળવી હતી.

કોને કેટલી પ્રાઈઝ મની મળશે ?

વિજેતા ટીમને- 42 મિલિયન (347 કરોડ) અને રનર અપ ટીમને – 30 મિલિયન (248 કરોડ) પ્રાઈઝ મની આપવામાં આવશે. જ્યારે ત્રીજા સ્થાન પર રહેનારી ટીમને 223 કરોડ અને ચોથા સ્થાન પર રહેનારી ટીમને 207 કરોડની પ્રાઈઝ મની મળશે.

ફિફા વર્લ્ડકપમાં આગળની મેચ

ફિફા વર્લ્ડકપ 2022માં હમણા સુધીની 62 મેચમાં કુલ 163 ગોલ થયા છે. રેફરી દ્વારા હમણા સુધી 4 રેડ કાર્ડ અને 209 યેલો કાર્ડ બતાવવામાં આવ્યા છે.18 ડિસેમ્બરના રોજ ફિફા વર્લ્ડકપ 2022ની ફાઈનલ મેચ આર્જેન્ટિના અને ફ્રાન્સ વચ્ચે રમાશે. આ મેચ લુસેલ સ્ટેડિયમમાં રમાશે.

  • Follow us on: