• વતન જવા બે દિવસ થી લોકો પ્લેટફોર્મ પર બેસી રહ્યા
  • ટ્રેનમાં સંખ્યા કરતા 10 ગણા પેસેન્જરો ઉમટી પડ્યા
  • એક ખાસ ટ્રેન ઉધના સ્ટેશન થી ઉપડશે તેવી જાહેરાત

હજી શનિવારે જ સુરત રેલવે સ્ટેશન પર ભારે ભીડના કારણે 1 વ્યક્તિએ જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. ત્યાં આજે સ્થાનિક પોલીસ દ્વારા અને રેલવે પોલીસ દ્વારા યોગ્ય બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તેમજ રેલવે સ્ટેશન પર પોલીસ દ્વારા યોગ્ય લાઈન રાખી મુસાફરોને ટ્રેનમાં ચઢાવવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

સુરતથી ઉત્તર પ્રદેશ અને બિહાર જતી ટ્રેનોમાં ભીડને કાબૂમાં લેવા માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. 5 હજારથી વધુ લોકોને હેન્ડલ કરવા માટે પ્લેટફોર્મ પર સેંકડો પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે. સુરત સ્ટેશન પર 3 GRP અને 2 RPF પોલીસ ઇન્સ્પેક્ટર સહિત કુલ 100 પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે. જનરલ, સ્લીપર અને એસી કોચમાં બેઠેલા મુસાફરોને અલગ-અલગ વિભાજીત કરીને વ્યવસ્થા કરવામાં આવી છે.

[[$googlead]]

ફક્ત મુસાફરોને પ્લેટફોર્મ પર જવાની મંજૂરી આપવામાં આવી હતી. શનિવાર સુધી ઘણાં લોકો એક ટિકિટ પર મુસાફરી કરી રહ્યા હતા. શનિવારે સુરતમાં બેકાબૂ ભીડને કારણે એક મુસાફરનું મોત થયું હતું જ્યારે બે લોકો ઘાયલ થયા હતા. આ પછી રેલ્વે રાજ્ય મંત્રી દર્શના જરદોષ અને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ઇમરજન્સી બેઠક બોલાવી હતી જેમાં પોલીસ પ્રશાસનના ઉચ્ચ અધિકારીઓને બોલાવવામાં આવ્યા હતા. આ બેઠક બાદ રવિવારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ટ્રેનમાં ચડવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.

[[$alsoread]]

નોંધનીય છેકે, શનિવારે સુરતના પ્લેટફોર્મ પર 5 હજારથી વધુ લોકો એકઠા થયા હતા, જ્યારે ભીડને કાબૂમાં લેવા માટે માત્ર 10 થી 15 પોલીસ કર્મચારીઓ હતા. પોલીસ ઈન્સ્પેક્ટર એફ એ પારગીએ જણાવ્યું છે કે સુરત રેલવે સ્ટેશન પર એફ એ પારગીએ જણાવ્યું છે કે ભીડની સંખ્યાને નિયંત્રિત કરવા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને ગઈકાલની સંખ્યાની સરખામણીમાં આજે પ્લેટફોર્મ પર લોકોની ભીડ ઓછી જોવા મળે છે. થઈ રહી છે.


  • Follow us on: