- છેલ્લા 24 કલાકમાં 67 તાલુકાઓમાં વરસાદ આવ્યો
- સૌથી વધુ જાંબુઘોડામાં 4 ઇંચ વરસાદ પડ્યો
- પાવી જેતપુરમાં 2.5 ઇંચ, જામકંડોરણામાં 2 ઇંચ
ગુજરાત રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 67 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધુ જાંબુઘોડામાં 4 ઇંચ વરસાદ પડતા લોકોને હાલાકીનો સમાનો કરવો પડ્યો છે. તથા પાવી જેતપુરમાં 2.5 ઇંચ, જામકંડોરણામાં 2 ઇંચ વરસાદ આવ્યો છે. તેમજ છોટા ઉદેપુર અને ઉનામાં 2-2 ઇંચ વરસાદ પડ્યો છે.
જાફરાબાદ અને લાઠીમાં 1-1 ઇંચ વરસાદ પડ્યો
વિસાવદરમાં 2 ઇંચ, ક્વાંટમાં 1 ઇંચ વરસાદ સાથે જાફરાબાદ અને લાઠીમાં 1-1 ઇંચ વરસાદ પડ્યો છે. ગીર ગઢડા અને બોડેલીમાં 1-1 ઇંચ વરસાદથી વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયા છે. વરસાદની ઝોન પ્રમાણે સ્થિતિ જોઇએ તો, કચ્છમાં 112.24 ટકા, ઉત્તર ગુજરાતમાં 51.04 ટકા, મધ્ય ગુજરાતમાં 41.72 ટકા, સૌરાષ્ટ્રમાં 70.01 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 43.51 ટકા વરસાદ થયો છે.
રાજકોટ જિલ્લામાં 73.43 ટકા વરસાદ નોંધાયો
રાજ્યમાં વરસાદના બે રાઉન્ડમાં સૌથી ઓછો વરસાદ દાહોદ, વડોદરા, નર્મદા અને ડાંગ જિલ્લામાં નોંધાયો છે. જેમાં દાહોદમાં 32.33 ટકા, વડોદરામાં 35.12 ટકા, ડાંગમાં 30.70 અને નર્મદા જિલ્લામાં 33.21 ટકા વરસાદ નોંધાયો છે. જ્યારે સૌથી વધુ વરસાદની વાત કરીએ તો કચ્છમાં 112.24, અમરેલીમાં 63.73, બોટાદમાં 68.96, ગીર સોમનાથમાં 73.96, જામનગરમાં 71.06, જુનાગઢમાં 95.27 અને રાજકોટ જિલ્લામાં 73.43 ટકા વરસાદ નોંધાયો છે.









