- એક્રોપોલીસ મોલના બીજા માળે લાગી હતી આગ
- સેરા સિરામિકના શો રૂમમાં લાગી હતી આગ
- ફાયર વિભાગ દ્વારા આગને કાબુમાં લેવાઈ
અમદાવાદના થલતેજ વિસ્તારમાં આવેલ એક્રોપોલીસ મોલમાં સિરામિકના શો રૂમમાં આગ લાગતા દોડધામ મચી હતી.આગ કઈ રીતે લાગી તેનું કારણ સામે આવ્યું નથી,પરંતુ પ્રાથમિક રીતે શોર્ટ સર્કીટથી આગ લાગી હોવાનુ લાગી રહ્યું છે,ફાયર વિભાગે આગને કાબુમાં લીધી હતી.ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.
લોકોને મોલની બહાર કઢાયા
સવારના સમયે એક્રોપોલીસ મોલમાં આગ લાગતા અફડાતફડી મચી હતી,મોલમાં ઘણી હોટલો અને કંપનીઓ આવેલી છે,તો વહેલી સવારે આગ લાગતા લોકોમાં ગભરાહટનો માહોલ ફેલાયો હતો,ફાયર વિભાગે મોલમાં રહેલ તમામ લોકોને મોલની બહાર કાઢયા હતા અને આગને કાબુમાં લીધી હતી,પોલીસે પણ ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી.આ મોલ પ્રખ્યાત મોલ છે જેમાં એક ફિલ્મ થિયેટર પણ આવેલુ છે.ત્યારે ઘટનામાં કોઈ જાનહાની ના થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

એએમસી કમિશનરે મોકડ્રીલ કરવા આદેશ કર્યો
રાજકોટમાં સર્જાયેલા અગ્નિકાંડ બાદ અમદાવાદના દરેક ગેમ ઝોનની નિયમિત ચકાસણી કરવા માટે મ્યુનિસિપલ કમિશનર એમ થેન્નારસને આદેશ કર્યો છે. ફાયર બ્રિગેડ દ્વારા દરેક ગેમ ઝોનની દર મહિને ચકાસણી કરવા અને દર ત્રણ મહિને મોકડ્રીલ કરવા સૂચના આપી છે. આ ઉપરાંત ફાયર વિભાગ દ્વારા ગેમઝોનની દર મહિને તારીખ 1 થી 5 સુધીમાં યુનિટ દ્વારા ફાયર સંબંધિત તમામ શરતોનું પાલન થાય છે કે કેમ તેની ચકાસણી કરવામાં આવશે.આ બાબતે કોઈ અનિયમિતતા સામે આવશે તો તાત્કાલિક જરૂરી કાર્યવાહી હાથ ધરવાની રહેશે.
4 મહિના અગાઉ બોપલના ટીઆરપી મોલમાં આગ લાગી હતી
અમદાવાદના બોપલમાં TRP મોલમાં ભીષણ આગ લાગી હતી. મોલમાં પાંચમા માળે આવેલા બાળકોના ગેમિંગ ઝોનમાં આગ લાગવાની શરૂઆત થઈ હતી. પાંચમાં માળથી આગ પ્રસરીને ત્રીજા માળ સુધી પહોંચી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા એક કિલોમીટર દૂર સુધી આગના ધૂમાળાના ગોટેગોટા જોવા મળ્યા હતા. જે જોતાં રોડની બીજી સાઇડ પર લોકોના ટોળાં એકઠા થઈ ગયા હતા. જો કે, આગ લાગતાની સાથે જ મોલમાં અફરાતરફી સર્જાઈ હતી.