સુરતમાં આગનો મામલો સામે આવ્યો છે. સુરત જિલ્લાના પર્વત ગામમાં આવેલા અવધ ઋતુરાજ માર્કેટમાં આગ લાગી હતી. માર્કેટના પાંચમાં માળે દુકાનમાં આગ લાગતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.જે બાદ લોકોએ ફાયર ટીમને જાણ કરી હતી. ટીમે તાત્કાલિક ત્યાં પહોંચીને ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી. દુકાનમાં આગ લાગતા મોટું નુકસાન થયું હતું. જોકે, સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની નહોતી થઈ.


[[$googlead]]

માર્કેટમાં આગ લાગી

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સુરતના પર્વત ગામમાં અવધ ઋતુરાજ માર્કેટમાં ભયાનક આગ લાગી હતી. જેમાં માર્કેટના પાંચમાં માળે દુકાનમાં આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. તો લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. આગ લાગતા તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરાઈ હતી. તો ફાયરની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો. મળતી માહિતી મુજબ આગમાં દુકાનની અંદર મોટું નુકસાન થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. વહેલી સવારનો સમય હોવાથી માર્કેટમાં કોઈ હાજર ન હતું. જેના લીધે મોટી દુર્ઘટના ટળી હતી. જોકે, સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની નહોતી થઈ.ફાયરના જવાનોએ પાણીનો મારો ચલાવી આગ પર સંપૂર્ણ કાબુ મેળવ્યો હતો.

[[$alsoread]]

તાજેતરની આગની ઘટના

અગાઉ પણ સુરતમાં આવી ઘણી આગની ઘટનાઓ બની હતી. તે પહેલા પણ સુરતના એક એપાર્ટમેન્ટના પાર્કિંગમાં ભયાનક આગ લાગી હતી.જેના લીધે પાર્કિગમાં ભયનો માહોલ સર્જાયો હતો. તો આગના લીધે કુલ 5 બાઈક સળગી ગયા હતા. જેમાં કોઈ જાનહાનિ નહોતી થઈ હોવાનું જાણવા મળ્યું હતું. આગથી બચવા માટે લોકો ટેરેસ પર ચઢી ગયા હતા. લોકોએ ફાયર વિભાગને જાણ કરતા તેઓએ આગ પર કાબૂ મેળવ્યો હતો.

  • Follow us on: