સુરતમાં ગણેશ પ્રતિમા પાછળ આગ લાગી હતી. ફટાકડા ફોડતી વખતે આગ લાગી સદનસીબે ઘટનામાં કોઇ જાનહાની થઇ નથી. શહેરના ભાગળ ચાર રસ્તા વિસ્તારમાં આ ઘટના બની છે. ફટાકડા ફોડતી વખતે ગણેશ પ્રતિમા પાછળ આગ લાગી હતી. જેમાં ગણપતિ વિસર્જન વખતેની ઘટનાથી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
સુરત શહેરમાં ગણપતિની વિસર્જન યાત્રા શરૂ થઇ
સુરત શહેરમાં ગણપતિની વિસર્જન યાત્રા શરૂ થઇ છે. જેમાં ચૌટા પુલ પાસેથી વિસર્જન યાત્રા નીકળી છે. તેમાં વાજતે ગાજતે ગણેશજીની વિસર્જન યાત્રા નિકળી છે. ભક્તો ડી.જે અને બેન્ડ બાજા સાથે નીકળ્યા છે. રાજમાર્ગ પર પોલીસનો ચાંપતો બંદોબસ્ત છે. તેમજ સુરતના રામજી ઓવારા ખાતે સાંસદ મુકેશ દલાલે ગણેશ વિસર્જનનો પ્રારંભ કરાવ્યો છે. સુરતમાં શ્રીજીની 80,000 જેટલી પ્રતિમાનું વિસર્જન થશે. SMCએ માટીની મૂર્તિ માટે તમામ ઝોનમાં કૃત્રિમ ઓવારાનું નિર્માણ કર્યું છે. વિઘ્નહર્તા શ્રી ગણેશ તેમજ તાપી માતાની પૂજા કર્યા બાદ ગણેશ વિસર્જનનો પ્રારંભ કરાવ્યો છે.
પબ્લિક ટ્રાન્સપોર્ટ બંધ રહેતા 6 લાખ મુસાફરોને અસર થશે
સાંજ સુધીમાં શહેરની તમામ મૂર્તિઓનું વિસર્જન થાય તેવી આશા મુકેશ દલાલે વ્યક્ત કરી છે. તેમજ રામજી ઓવારા ખાતે પ્રથમ ગણેશજીની પ્રતિમાનું વિસર્જન સાંસદ મુકેશ દલાલે કર્યું છે. સુરતમાં ગણેશ વિસર્જનને લઈ પબ્લિક ટ્રાન્સપોર્ટ બંધ છે. જેમાં સુરત સિટી બસ, BRTSની 650 બસો નહીં દોડે. ગણેશ વિસર્જનને લઈ ટ્રાફિક ન થાય તે માટે નિર્ણય લેવાયો છે. પબ્લિક ટ્રાન્સપોર્ટ બંધ રહેતા 6 લાખ મુસાફરોને અસર થશે.









