ગુજરાતમાં તાજેતરમાં ઘણી ભયાનક આગની ઘટનાઓ બનતી હોય છે. જેના લીધે ઘણા લોકોએ તેમના જીવ પણ ગુમાવ્યા છે. જેમાં ઘણી વખત fire noc બાબતે ઘણી બેદરકારી કરવામાં આવી હોય તેવી બાબતો સામે આવી છે. જેમાં જાનમાલને ભયાનક નુકશાન થયું છે.
ગુજરાતમાં જ એવી ઘણી ઘટનાઓ બની છે. જેમાંથી મુખ્યત્વે TRP ગેમઝોનમાં લાગેલી આગની ઘટનામાં 22થી વધુ લોકોના મોત, સુરતના તક્ષશિલા આર્કેડની ઘટના જેમાં 22 વિદ્યાર્થીઓએ જીવ ગુમાવ્યા હતા. આગની ઘટનામાં જીવનું જોખમ રહેલું હોય છે. તો તેવી આગની ઘટના સુરતમાંથી સામે આવી છે.
લોકોમાં ભયનો માહોલ
સુરતમાં આગની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ સુરતના ઘોડદોડ વિસ્તારમાં આવેલા આદેશ્વર એપાર્ટમેન્ટના પાર્કિંગમાં આગ લાગી હતી.જેમાં આગના બનાવની જાણ થતાં લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. આગ લાગતા 5 બાઈક સળગી ગયા હતા. આગ લાગવાના પગલે લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.
પાર્કિંગમાં આગ લાગી
એપાર્ટમેન્ટના પાર્કિંગમાં આગ લાગતા તેનો ધુમાડો જોતાં લોકોએ બૂમાબૂમ કરી ટેરેસ પર ચઢીને પોતાનો જીવ બચાવ્યો હતો. આગના લીધે લોકોમાં ભારે દહેશત ફેલાઈ હતી.આગની ઘટના અંગે સ્થાનિકોએ તાત્કાલિક ધોરણે ફાયર વિભાગને જાણ કરી હતી. જેથી ફાયર વિભાગની ગાડી તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. જેમને 1 કલાક પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો. જાણકારી મળ્ચા મુજબ આગની ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નહોતી.









