સુરેન્દ્રનગરના થાનગઢ સરકારી ગોડાઉનમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. થાનગઢમાં મગફળીના ગોડાઉનમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આસપાસના સ્થાનિકો ભેગા થઈ ગયા અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવા પ્રયાસ કરાયો. દરમિયાન ફાયરબ્રિગેડની ટીમને જાણ કરાઈ. ગોડાઉનમાં મોટા પ્રમાણમાં મગફળીનો જથ્થો હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું.


[[$googlead]]

ગોડાઉનમાં આગ લાગી

મગફળીના ગોડાઉનમાં આગ લાગવાની ઘટનાને લઈને અધિકારીએ માહિતી આપી કે આગ વધુ વિકરાળ હોવાથી એક નહિ પરંતુ 5 જેટલી ફાયરની ટીમો ઘટનાસ્થળ પર આવી. FCIના ગોડાઉનમાં લાગેલ આગમાં ભારે જહેમત બાદ ફાયરની ટીમોએ આગ પર કાબુ મેળવ્યો. આગ ઘટનાની જાણ કરાતા જ તાત્કાલિક ફાયરની ટીમો ઘટનાસ્થળ પર પંહોચી ગઈ. ફાયરની ટીમોએ ગોડાઉનની આગ પર કાબૂ મેળવતા બીજા ભાગના આગને ફેલાતા રોકવાના પ્રયાસ સફળ થયા. ગોડાઉનમાં કામ કરતાં એક શખ્સે જણાવ્યું કે આગ દુર્ઘટનામાં કરોડોના માલસામાનને નુકસાન થયું હોવાનો અંદાજ છે.

[[$alsoread]]

ગોડાઉનમાં મગફળીનો જથ્થો

વધુમાં આ અધિકારીએ કહ્યું કે આ ગોડાઉનમાં રાખવામાં આવેલ સામાન ભાડેથી રાખવામાં આવે છે. આ વિસ્તારના લોકલ ખેડૂતો પાસેથી મગફળીની ખરીદી કરી અંહી ગોડાઉનમાં જ રાખવામાં આવે છે. મગફળીનું ઉત્પાદન કરનાર ખેડૂતોને જથ્થો મોકલવામાં સરળતા રહે માટે ગોડાઉનમાં જ મોટાભાગના મગફળીના જથ્થાનો સંગ્રહ કરવામાં આવે છે. આગામી દિવસોમાં મરીમસાલાની સિઝન છે. ત્યારે આ દિવસોમાં બજારમાં મગફળીની માંગ રહેશે. અને એટલે જ ગોડાઉનમાં મગફળીનો સંગ્રહ કર્યા બાદ બજારમાં વેચાણ માટે લઈ જવાની હતી.

ખેડૂતોને મોટું નુકસાન

પરંતુ અચાનક ગોડાઉનમાં આગ લાગતા મોટાભાગનો મગફળીનો જથ્થો બળીને રાખ થઈ ગયો. આગ ઘટનાથી મગફળીના ખેડૂતોને મોટું નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. ખેડૂતો સરકાર પાસે રાહત માંગી શકે છે. થાનગઢમાં મગફળીના ગોડાઉનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનુ અનુમાન સેવાઈ રહ્યું છે. ફાયરબ્રિગેડે ગોડાઉનમાં લાગેલ આગ પર કાબૂ મેળવી લીધો છે. તેના બાદ હવે કેટલું નુકસાન થયું તેને લઈને સર્વે કરવામાં આવશે.


  • Follow us on: