નવસારીના બીલીમોરા અગ્નિકાંડને લઇ મોટો ખુલાસો થયો છે જેમાં કેમિકલ ચોરીના વેપલાના કારણે દુર્ઘટના સર્જાઈ હોય તેવી વાત સામે આી છે.જયપુર ગોલ્ડન ટ્રાન્સપોર્ટની આડમાં કાળો કારોબાર ચાલતો હતો અને તેના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે ત્યારે પોલીસે સોહન મારવાડી અને દીકરો અર્જુન કારોબાર કરતા હતા તેને લઈ પોલીસે વધુ તપાસ હાથધરી છે.


મેનેજરની સંડોવણી આવી સામે
આ સમગ્ર કેસમાં મૃતક મેનેજર અનુપ નુનીયાની કારોબારમાં સંડોવણી સામે આવી છે.કેમિકલનો જથ્થો ટ્રકમાં ભરતા હતા તે સમયે દુર્ઘટના બની હતી જેમાં સોહન મારવાડી,અર્જુન મારવાડી,મૃતક અનુપ નુનિયા વિરૂદ્ધ પણ ગુનો દાખલ કર્યો છે.પોલીસે માનવવધ સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે અને તપાસ હાથધરી છે.

બીલીમોરા અગ્નિકાંડ મામલે સંદેશ ન્યુઝ ઉપર સૌથી મોટો ખુલાસો
આ સમગ્ર આગ કાંડને લઈ સૌથી મોટો ખુલાસો સંદેશ ન્યૂઝે કર્યો છે.જયપુર ગોલ્ડન ટ્રાન્સપોર્ટની આડમાં થતો હતો કેમિકલ ચોરીનો કાળો કારોબાર.થીનર,બેંજાઈન,બાયોડીઝલના કાળા કારોબારમાં આ સમગ્ર કાંડ થયો હોવાની વાત સામે આવી છે.દુર્ઘટના માટે કારણભૂત કેમિકલ થીનર હોવાનું પોલીસનું પ્રાથમિક તારણ છે,પોલીસ આ અને જીપીસીબી તંત્ર આ મામલે તપાસ કરી રહી છે.

ગઈકાલે લાગી હતી આગ
નવસારી જિલ્લાના બીલીમોરામાં ટ્રાન્સપોર્ટ ગોડાઉનમાં લાગેલી ભીષણ આગમાં ત્રણ વ્યક્તિ જીવતા સળગી ગયા હતા. ચારને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયા હતાં. બીલીમોરાના દેવસરની જયહિન્દ ક્લે વર્કના કમ્પાઉન્ડમાં આવેલા જયપુર ગોલ્ડન ટ્રાન્સપોર્ટમાં શનિવારે સવારે આ આગ લાગી હતી. ટ્રકમાંથી કેમિકલના ડ્રમ ખાલી કરતી વખતે આગ લાગી હતી. આગમાં કંપનીના મેનેજર સહિત ત્રણ જીવતા ભુંજાયા હતા. આગ એટલી વિકરાળ હતી કે જિલ્લાના તમામ ફાયર ફાઈટરોને કામે લગાડ્યા છતાં સાડા ત્રણ કલાકે આગ પર કાબુ મેળવી શકાયો હતો.
 
  • Follow us on: