સુરતના સચિનમાં કપડાના ગોડાઉનમાં લાગેલી આગ 18 કલાક બાદ પણ બેકાબુ બની છે,દૂર દૂર સુધી આગના ગોટા જોવા મળ્યા છે,ત્યારે ગોડાઉનમાં લાગેલી આગ બીજા દિવસે પણ યથાવત રહી છે,ફાયરની ટીમ દ્વારા આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.ત્યારે આગ કયારે કાબુમાં આવે છે તે જોવાનું રહ્યું.


[[$googlead]]

ફાયરની ટીમ દ્વારા આગ પર કાબુ મેળવવા પ્રયાસ

સુરત ફાયરની ટીમ આગ પર કાબુ મેળવવા માટે સતત પ્રયાસ કરી રહી છે પરંતુ આગ હજી કાબુમા આવી નથી,મિલોના કાપડનું વેસ્ટેજ રખાય છે તે ગોડાઉનમાં આગ લાગી છે,ત્યારે આગને લઇ આસપાસના રહેણાંક ખાલી કરાવાયા છે,તો આગના ધુમાડા નવસારી હાઇવે સુધી દેખાયા છે,ત્યારે આ સમગ્ર ઘટનામાં આગ કયારે કાબુમાં આવે છે તે જોવાનું રહ્યું.આગની ઘટનાને લઇ આસપાસના રહેણાંક અને ઝુંપડાઓ ને ખાલી કરવાની નોબત આવી છે.

[[$alsoread]]

DGVCLની ડીપીમાં બ્લાસ્ટ થતા આગ લાગી હતી

સુરતના હોજીવાલા વિસ્તારમાં આવેલી ઈન્ટરનેશનલ કાપડની કંપનીમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, DGVCLની ડીપીમાં બ્લાસ્ટથી શોર્ટ સર્કિટ થતાં કાપડની કંપનીના યાનમાં આગ લાગી હતી. જ્યારે વિકરાળ બનેલી આગ બાજુની પ્લાસ્ટિક કંપનીમાં લાગી હતી. સમગ્ર ઘટનાને પગલે ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. જેમાં હોજીવાલા ફાયર વિભાગની 15થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચીને આગને કાબૂમાં લેવાની કામગીરી હાથધરી છે.

 

  • Follow us on: