- કલાપી બેરડીયા (અમદાવાદ)

  • ફાયર એનઓસી અને બીયુ મંજૂરી મુદ્દે સરકારે હાઈકોર્ટમાં જવાબ રજૂ કર્યો

  • 156 નગરપાલિકા વિસ્તારમાં બીયુ મંજૂરી વગરની 40 બહુમાળી ઈમારતોને સીલ માર્યા

  • હોસ્પિટલ, શાળા, બિલ્ડીંગ્સમાં ફાયર એનઓસી મુદ્દે હાઈકોર્ટમાં થઇ છે પીઆઈએલ

 

રાજ્યની હોસ્પિટલ, શાળાઓ, બહુમાળી ઈમારતો પાસે ફાયર સેફ્ટિ હેઠળ નો ઓબ્જેક્શન સર્ટીફિકેટ (NOC)ના હોવા મુદ્દે થયેલી જાહેરહિતની અરજી તથા BU મંજૂરીના હોવા મુદ્દે થયેલી અરજીમાં હાઈકોર્ટના આદેશ રાજ્ય સરકારના શહેરી વિકાસ અને શહેરી હાઉસિંગ વિભાગના જોઈંટ સેક્રેટરીએ તેનો જવાબ રજૂ કર્યો છે. આ જવાબ મુજબ રાજ્યની કુલ 156 નગરપાલિકાઓમાં રહેલી તમામ હોસ્પિટલ્સ અને શાળાઓએ ફાયર એક્ટ હેઠળ ફાયર એનઓસી મેળવી લીધુ છે.

08.03.22ના રોજ આ તમામ નગરપાલિકા વિસ્તારમાં 53 હોસ્પિટલ્સ અને 77 શાળાઓ ફાયર એનઓસી વગરના હતા. જેમાંથી, 43 હોસ્પિટલ્સ અન 69 શાળાઓને સીલ કરવામાં આવેલા છે. જ્યારે બાકીના 10 હોસ્પિટલ્સ અને સાત શાળાઓ બંધ હાલતમાં છે, ત્યાં કોઈ કામ ચાલતુ નથી.

બીયુ મંજૂરી અંગે સ્થિતિ

રાજ્યના 156 નગરપાલિકાના વિસ્તારમાં રહેણાંક બહુમાળી ઈમારતો પાસે બીયુ મંજૂરી (બિલ્ડીંગ યુઝ પરમિશન) છે કે તેનો સર્વે ચાલી રહ્યો છે અને તે 10 દિવસમાં પૂર્ણ થશે. 40થી વધુ બહુમાળી ઈમારતો પાસે બીયુ મંજૂરી ના હોવાથી આ બહુમાળી ઈમારતોને સીલ મારવામાં આવેલા છે.

  • Follow us on: