મહેસાણાના અભિનવ બંગ્લોઝમાં બે પરિવાર વચ્ચે ફટાકડા ફોડવાને લઈ જૂથ અથડામણ થઈ હતી,આ અથડામણ એટલી વધી ગઈ કે બે રાઉન્ડ ફાયરિંગ પણ થયું હતુ,જેમાં એક વૃદ્ધાને ધક્કો વાગતા તે નીચે પડી ગયા હતા જેમાં તેમનું મોત થયું છે,આ ઘટનામાં ઉચ્ચ કક્ષાના પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને તપાસ હાથધરી હતી.


[[$googlead]]

ફટાકડા ફોડવાને લઈ થઈ બબાલ

મહેસાણામાં ફટાકડા ફોડવાને લઈ બબાલ થઈ હતી જેમાં એક વ્યકિત નીચે પડી જતા તેનું મોત થયું હતું,સામસામે રહેતા પાડોશીઓ વચ્ચે ફટાકડા ફોડવાને લઈ પહેલા બબાલ થઈ અને બબાલમાંથી ફાયરિંગ થયું હતુ.આ ફાયરિંગમાં પિતા-પુત્ર ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.પોલીસે આસપાસના લોકોના નિવેદન લઈને સીસીટીવી પણ જપ્ત કર્યા છે,ત્યારે પોલીસ આ મામલે વધુ તપાસ કરી કરી રહી છે.

[[$alsoread]]

મૃતદેહને પીએમ અર્થે ખસેડાયો

આ બબાલ થઈ તેમાં એક વૃદ્ધ વ્યકિત વચ્ચે પડયા હતા અને તેઓ બબાલને શાંત કરી રહ્યા હતા તે દરમિયાન તેમને ધક્કો વાગ્યો હતો અને તેઓ નીચે પડી જતા તેમનું મોત થયું છે,પરિવારમાં અને સોસાયટીમાં શોકનો માહોલ છવાયો છે,બીજી તરફ પોલીસે મૃતદેહને પીએમ અર્થે મોકલી આપ્યો છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિવારને સોંપવામાં આવશે.

ગઈકાલે મહેસાણાના જગુદણમાં પણ થઈ હતી બબાલ

રાજ્યમાં કેટલીકવાર જૂથ અથડામણની ઘટનાઓ બનતી હોય છે. ત્યારે મહેસાણામાં પણ આવી જ એક જૂથ અથડામણની ઘટના બની છે. મહેસાણાના જગુદણમાં બે જૂથ વચ્ચે અથડામણની ઘટના બની છે. જૂથ અથડામણમાં 10 લોકોને ઈજા થઈ છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો હતો. તેમજ જગુદનમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.


  • Follow us on: