સુરતના ગોડાદરા વિસ્તારમાં દિન દહાડે ફાયરિંગની ઘટના બની છે, જાહેર રોડ પર ફાયરિંગ થતા લોકોમાં દોડધામ મચી હતી, યાર્નના વેપારી બાઈક લઈને જઈ રહ્યાં હતા તે દરમિયાન પાછળથી આવેલા બાઈકસવારે પીઠ પર ગોળી મારી હતી અને તે ફરાર થઈ ગયો હતો, સમગ ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
સંજય પડશાળા નામના વેપારી પર ફાયરિંગ
સુરતમાં વેપારી પર ધોળા દિવસે ફાયરિંગની ઘટના બની છે, વેપારી બાઈક લઈને જઈ રહ્યો હતો તે દરમિયાન પાછળથી આવેલા શખ્સે ફાયરિંગ કરતા તે ત્યાં પડી ગયો હતો તો ઈજાગ્રસ્ત વેપારીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે અને પોલીસે વેપારીનું નિવેદન લઈને ગુનો નોંધ્યો છે, પોલીસે આસપાસના સીસીટીવી પણ તપાસ માટે લીધા છે અને પોલીસની એક ટીમ શખ્સને શોધવા લાગી ગઈ છે, પોલીસે સમગ્ર ઘટનાને લઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
વેપારીને ગોળી વાગતા હોસ્પિટલ ખસેડાયો
વેપારીને ગોળી વાગતા તેને આસપાસના સ્થાનિકોએ તાત્કાલિક સારવાર માટે ખસેડયો હતો, તો વેપારીએ ફોન કરીને તેમના પરિજનોને આ બાબતે જાણ કરી છે, કોના દ્વારા આ ફાયરિંગ કરવામાં આવ્યું છે તેની માહિતી હાલ સામે આવી છે, વેપારી યાર્નના ધંધા સાથે સંકળાયેલો છે અને અચાનક ફાયરિંગ થતા પોલીસ પણ ચિંતામાં મૂકાઈ છે, ભર બજારે એક રાઉન્ડ ફાયરિંગ કરીને વેપારીને ઈજાગ્રસ્ત કરવામાં આવ્યો છે, પોલીસે આ મામલે વિસ્તારના ચાર રસ્તા હોય તેના સીસીટીવી તપાસ માટે લીધા છે અને ફાયરિંગ કોણે કર્યુ તે દિશામાં તપાસ કરી છે.









