• કબીર આશ્રામ રોડ પર બોલાચાલી થતાં મામલો ગરમાયો

  • લીંબડી શહેર પોલીસે ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો
  •  ઇજાગ્રસ્તોને સારવાર માટે લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા

લીંબડી શહેરમાં છેલ્લા ઘણા સમયથી ભરવાડ જ્ઞાતિના સભાડ અને જોગરાણા જુથો વચ્ચે અગાઉના ઝઘડાની અદાવત ચાલી આવે છે. રવિવારે રાત્રે કબીર આશ્રામ રોડ પર બાઇક લઇ નીકળેલા બે યુવાનો સાથે સામાન્ય જેવી બાબતે બોલાચાલી થતાં વાતાવરણ ઉગ્ર થતાં બંને જુથો વચ્ચે મારામારી થઇ હતી. જેમાં ઇજાગ્રસ્તોને સારવાર માટે લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. લીંબડી ભરવાડ નેહડા નજીક અગાઉના ઝગડાનુ મનદુઃખ રાખી બંને જુથો વચ્ચે મારામારી થઇ હતી. જેમાં જોગરાણા જુથે હુમલો કર્યો હતો. જેમાં ગોપાલ દલાભાઇ સભાડ અને વિપુલ રામાભાઇ સભાડને ગંભીર ઇજાઓ પહોંચતા પ્રથમ લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે અને વધુ સારવાર માટે સુરેન્દ્રનગર ખસેડવામાં આવ્યા હતા. તો સામા પક્ષે જીતેન્દ્ર વનાભાઇ જોગરાણા, ગોપાલ રણુભાઇ જોગરાણા, શિવજી ભુરાભાઇ જોગરાણા સહિતને પણ મારામારીમાં ઇજાઓ પહોંચી હતી. હાલ તો આ જુથ અથડામણ ને બાદ શહેરમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે લીંબડી પોલીસ ટીમ હોસ્પિટલ દોડી ગઈ હતી અને ત્યાં એકઠા થયેલા ટોળા વિખેર્યા હતા. હાલ તો લીંબડી શહેર ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.


  • Follow us on: