- દરેક ટીમમાં એક ટીમ કમાન્ડર અને અન્ય પાંચ ઓફિસર રહેશે
- 105 જવાનો સાથે રેસ્કયુ ટીમ ગુજરાત આવી પહોંચી
- ઓરિસ્સાના ભુવનેશ્વરથી NDRFની ટીમ સુરત આવી
હાલ સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. જેના લીધે રાજ્યના અનેક પંથકોમાં પુરની પરિસ્થિતિ સર્જાઈ છે. રાજ્યના પૂરગ્રસ્ત વિસ્તારોમાં NDRF અને SDRFની ટીમોએ બચાવ કામગીરી હાથ ધરી છે. હજુ પણ આગામી 2-૩ દિવસ રાજ્યમાં માધ્યમથી ભારે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. આ ઉપરાંત હાલ દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ગંભીર પુરની પરિસ્થિતિ સર્જાઈ છે. જેના પગલે આજરોજ વાયુસેનાના ગ્લોબ માસ્ટર વિમાનમાં NDRFની વધુ પાંચ ટીમો ઓરિસ્સાના ભુવનેશ્વરથી સુરત આવી પહોંચી હતી.










