શિનોર તાલુકાના સાધલી મુકામે ગ્રામ પંચાયત દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ દારૂખાનાની હંગામી દુકાનો માટે પ્લોટ પાડીને વિતરણ કરાયું હતું. કુલ પાંચ દુકાનો થશે.
દિવાળી નિમિત્તે દારૂખાનાની દુકાનો સાધલી મુકામે દર વર્ષની જેમ ગ્રામ પંચાયત દ્વારા પ્લોટ પાડીને વેપારીઓ દ્વારા કોઈ રીંગ ના થાય તે માટે અપસેટ વેલ્યુ નક્કી કરીને આપવામાં આવે છે. અને જે વેપારીઓ અપસેટ વેલ્યુ ભરે તેઓને ડ્રો કરીને એકથી પાંચ નંબરો મુજબ દુકાનો ફાળવવામાં આવે છે. દુકાનદારો દ્વારા અન્ય જરૂરી કાયદેસર પરવાનગીઓ જાતે લેવામાં આવે છે. ચાલુ વર્ષે દારૂખાનાની દુકાનોની જગ્યાનો ફેરફર કરીને તાજેતરમાં નવીન બનેલ સર્કલની સામે આપવામાં આવેલ છે. અને રાત્રી તથા દિવસના સમયે આ જગ્યાનો દેખાવ ખૂબ જ અનેરો દેખાય છે. આજુબાજુ ખુલ્લી જગ્યા હોય દુકાનદારોને ઘણી રાહત મળશે. અને દારૂખાનું લેનારા માટે પણ વિશાળ જગ્યા હોય પાર્કિંગની સુવિધા પણ મળી રહેશે. સિઝનલ ધંધાઓ માટે સાધલી સેન્ટર કાયમ માટે આજુબાજુના ગામો તથા રંગસેતુ પુલ અને માલસર પુલ બન્યા પછી બહારના ગ્રાહકોથી ધમધમતું બનેલ છે.










